'તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ':જગતની ઉત્પતિ રક્ષા અને પ્રલય કરનારું શિવનું ઐશ્વર્ય

ધ્રોલ2 મહિનો પહેલાલેખક: જયેશ ભટ્ટ
  • કૉપી લિંક

જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લયના કારણરુપે મહેશ્વર રહેલા છે. તેનાંથી જ સત્વ, રજસ અને તમસ એ ત્રણે ગુણોની તેના દ્વારા ઉત્પત્તિ થઇ હોવાનું મનાય છે. ત્રણેય સ્વરુપો એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ ત્રણ સ્વરુપે પ્રગટ થયા છે.

વેદની ત્રણેય શાખાઓમાં બ્રહ્મનાં બે લક્ષણો સ્વરુપ અને તટસ્થનું લક્ષણ છે. તેમાં તટસ્થ લક્ષણમાં જે ધર્મ સર્વ સમાન્ય ન હોતા અસાધારણ હોય અને કોઇ કોઇ વખતે કર્મની સાથે હોય છે. જેમકે સિંહાસન, છત્ર, ચામર આદિ ચિન્હો સર્વસાધારણ નથી પરંતુ તે ચિન્હો રાજા સાથે હોય છે પણ સર્વ કાળ હોતા નથી તેથી તે તટસ્થ લક્ષણ નથી. જયારે સ્વરુપ લક્ષણમાં જે તે વસ્તુની સાથે ચિરઃકાળ રહેનારું હોય છે.

સુર્યનો તેજસ્વી પ્રકાશ એમાં તેજ એ સુર્યનું સ્વરુપ લક્ષણ છે તે સુર્યથી અલગ થતું નથી. તેમજ શ્રૃતિઓમાં વર્ણવ્યું છેકે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લયનું કારણ બ્રહ્મ જ છે તે બ્રહ્મનું તટસ્થ લક્ષણ છે. જયારે ાા સત્યં જ્ઞાનમનન્તં બ્રહ્મ ાા કહી સત્યજ્ઞાનરુપ જ બ્રહ્મ હોવાનું વર્ણવ્યું છે. તે બ્રહ્મનું સ્વરુપ લક્ષણ છે. તેમાં સત્ય છે તે સ્વરુપ લક્ષણ છે.

વેદોમાં સ્વરુપ લક્ષણ ન કહ્યું હોત તો માત્ર તટસ્થ લક્ષણથી સમાધાન થાત નહિં. બ્રહ્મ શબ્દથી સુર્ય, ચંદ્રાદિ ગ્રહ, કાલ વિગેરેને કેમ માનવું. એમાં પણ જગતનું કારણ હોય શકે. તેનાં સમાધાનરુપે બંને સ્વરુપોનો ઉપયોગ કરાયો છે. જયારે ગ્રહ, કાળ આદિ જગતનાં ઉત્પત્તિ, સ્થિતિ અને લયનું કારણ ન હોય શકે આથી સ્વરુપ લક્ષણનો ઉપયોગ કરાયો છે. આથી બ્રહ્મરુપ શિવનાં ઐશ્વર્યને જગતનાં કારણરુપ મનાયું છે.

મહિમ્ન સ્તોત્રમાં કહ્યું છેકે

"તવૈશ્વર્યં યત્તજ્જગદુદયરક્ષા પ્રલયકૃત

ત્રયીવસ્તુ વ્યસ્તં તિસૃષુ ગુણભિન્નાસુ તનુષુ

અભવ્યાનામસ્મિન્વરદ રમણીયામરમણીં

વિહન્તુ વ્યાક્રોશીં વિદધત ઇહૈકે જડધિયઃ"

હે વરદ .. વેદોના સારરુપ જગતની ઉત્પત્તિ, રક્ષણ અને પ્રલયનું કારણ તેમજ સત્વ, રજસ અને તમસ આ ત્રણે ગુણોએ ભિન્ન કરીને એવા ત્રણ શરીરોમાં અલગ અલગ સ્થપાયેલું તમારું જે ઐશ્વર્ય છે. તમારા જ સામર્થ્યથી ઉત્પત્ત, સ્થિતિ અને લય કરે છે. આ લોકમાં કેટલાંક જડબુધ્ધિવાળા મુર્ખ લોકો તમારા ઐશ્વર્યમાં પણ સામર્થ્ય નથી તેવું કહી અમંગલકારી માને છે.

અન્ય સમાચારો પણ છે...