બચાવ:ભેંસદડના જંગલ વિસ્તારમાં ઘાયલ પેલિકન પક્ષી તરફડતું’તું, રેસ્કયુ કરાયું

ધ્રોલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રેન્જ ફોરેસ્ટ ટીમે ઇજાગ્રસ્ત વિશાળ કદના પક્ષીની સારવાર બાદ મુક્ત કર્યુ

ધ્રોલના વનવિભાગની નોર્મલ રેન્જ તાબેના ભેંસદળ ગામનાં જંગલ વિસ્તારમાં એક પેલીકન પક્ષી ઘાયલ હાલતમાં હોવાની બાતમી તાલુકા વાઈલ્ડ લાઈફ વોર્ડન અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર એસ.એમ.મકરાણીને મળી હતી. તેઓ તુરંત જ વનવિભાગના સ્ટાફ સાથે ભેંસદડનાં વાડી વિસ્તારનાં જંગલ વિસ્તારમાં ઘટના સ્થળે દોડી ગયા હતા.

ત્યાં તેઓએ એક વિશાળ કદના કોઇપણ કારણસર ઇજાગ્રસ્ત થયેલા પેલીકન પક્ષીનું રેસ્કયુ કરીને ફોરેસ્ટ ગાઈડ લાઇન મુજબ સંભાળીને ધ્રોલનાં પશુ દવાખાને સારવાર કરાવી હતી. ત્યારબાદ વનવિભાગના ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યું હતું. સ્વસ્થ થયા બાદ આ વિશાળ પેલીકન પક્ષીને તેના મુક્ત કરાયું હતું. આ પક્ષીની બચાવ કામગીરીમાં વનપાલ મકવાણાભાઈ, માડમબેન અને રાજુભાઇ એ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...