ધ્રોલના હમાપર નજીક નાથાબાપાનાં મંદિરે સમસ્ત ડાંગર પરિવારના પિતૃઓના સ્મરણાર્થે ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ભાગવત કથાના અંતિમ દિવસે સાંસદ પુનમબેન માડમ અને અકિલા પરીવારના મોભી કિરીટભાઇ ગણાત્રા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.નાનાલાલ રાજ્યગુરુના વ્યાસને યોજાયેલ ભાગવત કથામાં શમીયાણો ટૂંકો પડ્યો હતો.
કથા પ્રારંભના પ્રથમ દિવસે વવાણીયાના મહંત પ્રભુદાસ બાપુના હસ્તે કથાનો મંત્રોચાર વચ્ચે પ્રારંભ કરાવાયો હતો. ત્યારે માતૂશ્રી રામબાઈમા, જય મુરલીધરના નારાથી કથા સ્થળ ગુંજી ઉઠ્યું હતું. કેશુભાઈ નરસંગભાઈ ડાંગર તથા સમસ્ત ડાંગર પરિવાર આયોજિત આ શ્રીમદ ભાગવત સપ્તાહના વ્યાસાસને બિરાજીને શાસ્ત્રી નાનાલાલ રાજયગુરુએ પોતાની આગવી શૈલીમાં કથાનો પ્રારંભ કરતા હમાપર સહીત આજુબાજુ રીતસરનું ધાર્મિક વાતાવરણ ખડું થઇ ગયું હતું.કથાનું ફેસબુક સહિતના શોશિયલ મીડીયાના માધ્યમથી જીવંત પ્રસારણ કરાયું હતું. દિવસથી જ હાજારો ધાર્મિક લોકોએ કથા શ્રવણનો ઘેરબેઠા લાભ લીધો હતો.
અગ્રણીઓએ કથાશ્રવણ કર્યું
કથામાં રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેર, આહિર સમાજના ભામાશા લાભુભાઇ ખીમાણીયા, દ્વારકા આહિર સમાજના પ્રમુખ ઘનશ્યામભાઇ હેરમા, પીડીએમ કોલેજના ચેરમેન શૈલેષભાઇ ડાંગર, જામનગર જિ.પં. પ્રમુખ ધરમશીભાઇ ચનીયારા, પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડા, મંત્રી રાઘવજીભાઇ પટેલ, સાંસદ પુનમબેન માડમ, ભીખુભાઇ વારોતરીયા, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જીવણભાઇ કુંભરવીયા, વગેરેએ શ્રવણ કર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.