તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:જામનગરના તસ્કરોનો તરખાટ, બે અલગ અલગ વિસ્તારમાં ડમ્પર અને બાઇકની ચોરી

જામનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લાલપુર બાયપાસ નજીકથી ડમ્પર ચોરી ગયાની પોલીસમાં ફરિયાદ અને એક મોટરસાયકલની ચોરી થઇ
  • પેટ્રોલ પંપ પાસે પાર્ક કરેલા ડમ્પરને અજાણ્યા શખ્સો ચોરી ગયા ઘર પાસે પાર્ક કરેલું બાઇક તસ્કરો ઉઠાવી ગયા

જામનગરમાં વાહન ચોરીના બનાવો વધી રહ્યા છે. તસ્કરોને જાણે કે કાયદાનો ડર જ ન હોય તેમ ખુલ્લેઆમ ધોળા દિવસે ચોરીને અંજામ આપી રહ્યાં છે. ત્યારે જામનગરના લાલપુર બાયપાસ નજીક ડમ્પર અને બાઈકની ચોરી થયાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

જામનગર શહેરના શંકર ટેકરી પાણીના ટાંકા નીચે ન્યુ જેલ રોડ પર રહેતા જીતેન્દ્ર માલદેભાઈ ભુતીયા નામના ટ્રાન્સપોર્ટના ધંધાર્થીને પોતાનું ડમ્પર લાલપુર બાયપાસથી બારડોલી તરફ જતા હાઇવે ઉપર પેટ્રોલ પંપ પાસે પાર્ક કરીને રાખ્યું હતું. તે દરમ્યાન કોઇ અજાણ્યા શખ્સોએ ડમ્પરની ચોરી કરી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

બીજા બનાવમાં જામનગર શહેરના ઇન્દિરા કોલોની શેરી નંબર-2માં રહેતા મયુર જયંતીભાઈ બાવરફાડા નામના યુવાને પોતાનું રૂપિયા 25 હજાની કિંમતનું બાઇક મિત્રને ચલાવવા માટે આપ્યું હતું અને તેણે પોતાના ઘરની બહાર પાર્ક કરીને રાખ્યું હતું. તે દરમિયાન કોઇ અજાણ્યા શખ્સો ચોરી ગયા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

અન્ય સમાચારો પણ છે...