તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:‘ધ્રોલના ગોકુલ પાર્કમાં વરસાદી પાણી ઘરમાં ઘૂસી જાય છે, નિકાલની કોઈ વ્યવસ્થા જ નથી’

ધ્રોલ8 દિવસ પહેલા
  • કૉપી લિંક

ધ્રોલની ગોકુલ પાર્ક સોસાયટીનાં અણઉકેલ પ્રશ્નો અંગે રહીશોએ પાલિકાએ જઇ ઉગ્ર રજુઆતો કરી હતી. સોસાયટીનાં વરસાદી પાણીનાં નિકાલ તેમજ રસ્તાનાં ન થયેલ કામો વિગેરે અણઉકેલ પ્રશ્નોને લઇ મૌખીક, લેખીત રજુઆતો પાલિકાનાં પદાધિકારીઓને કરી હતી.ધ્રોલનાં રાજકોટ હાઇવે રોડ પર ગોકુલપાર્કમાં અંદાજે ૩૦૦ જેટલા મકાનો આવેલા છે. જયાં ચોમાસામાં વરસાદી પાણી ભરાવાનો વર્ષો જુનો પ્રશ્ન છે. ચોમાસામાં લોકોનાં ઘરોમાં પાણી ઘુસી જવાનાં બનાવો પણ બન્યા છે. દર વર્ષે વિકટ પ્રશ્ન બને છે. અવાન નવાર આ બાબતે પાલિકાને રજુઆતો કરેલ છે.

પ્રમુખ સહિતનાં પદાધિકારીઓ ચીફઓફીસર સહિતનાં ચોમાસામાં ભરાયેલ પાણીની સ્થળ વિઝીટ પણ કરી ગયા છે. પરંતુ પાલિકા તંત્ર દ્વારા આ પ્રશ્નનો હજુ સુધી કોઇ ઉકેલ આવ્યો નથી.આથી આ ચોમાસે પાણીનો નિકાલ સંપૂર્ણ બંધ થઇ જવાથી મુશ્કેલી સર્જાય તેમ છે. પાણી નિકાલ માટેનું પુલીયું પાસ થયુ છે. તે કામ તાત્કાલીક શરુ થાય તેવી માંગ કરી હતી. સોસાયટીનાં ઘણા વિસ્તારમાં ભૂગર્ભ ગટર, પાણીની પાઇપલાઇનનાં પ્રશ્નો છે.

ગોકુલ ૨ અને ૪માં પેવરબ્લોકનો એક પણ રસ્તો થયો નથી. તેમજ હાલ જે મંજુર થયેલ પેવરબ્લોક રોડનોરોડનો ત્રણ મહિના પહેલા વર્ક ઓર્ડર અપાઇ ગયો છે. પરંતુ હજુ સુધી કામ ચાલુ થયું નથી તે તાત્કાલીક ચાલુ કરાવવા જેવા વિવિધ પ્રશ્નોની પાલિકા પ્રમુખને લેખીત રજુઆત કરી હતી.

ટેન્ડર મંજુર થયુ છે, ટૂંક સમયમાં જ કામ ચાલુ થશે
પાણી નિકાલનાં પુલીયાનો બે માસ પુર્વે પ્રશ્ન ઉભો થયો હતો. તે પુલીયુ અને પુર સંરક્ષણ દિવાલ અને પુલીયુ બંને ઓફલાઇન ટેન્ડરથી મંજુર થઇ ગયું છે. ઓફલાઇન ટેન્ડર પણ ખુલી ગયું છે. ચોમાસાને ધ્યાનમાં રાખીન એક બે દિવસમાં કામ ચાલુ થઇ જશે. બાકીનાં પેવરબ્લોક રોડનાં કામ ઓનલાઇન ટેન્ડર પ્રક્રિયાથી આગામી દિવસોમાં શરુ કરવામાં આવશે. - જયશ્રીબેન પરમાર, પ્રમુખ, નગરપાલિકા, ધ્રોલ.

અન્ય સમાચારો પણ છે...