તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:જાલીયા દેવાણી ગામનું પીએસસી કોરોનાકાળમાં બિસ્માર હાલતમાં

ધ્રોલ15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 12 ગામ વચ્ચે 20 હજાર લોકો આરોગ્યની સુવિધાથી વંચિત, ભારે હાલાકી

ધ્રોલ તાલુકાનાં જાલીયા દેવાણી પીએસસી સેન્ટર હેઠળ 12 ગામો વચ્ચે આવેલ છે. હાલનાં કોરોનાનાં કપરા કાળમાં તંત્રની અણઘડ નિતિઓનાં કારણે સુવિધા સભર પી. એચ.સી. સેન્ટર હાલ બિસ્માર હાલતમાં હોય એવું લાગે છે. ધ્રોલ તાલુકાનાં જાલીયા દેવાણી ગામે 2001ના ભૂકંપ બાદ એન. જી.ઓ. દ્વારા પીએચસી સેન્ટરનું નવ નિર્માણ કરવામાં આવ્યું હતું. તેમાં ઓપરેશન થિયેટર સહિતની સુવિધાઓથી સજ્જ બનાવાયું હતુ. પરંતુ તંત્રનાં અણઘડ વહીવટનાં કારણે નાગરીકોને હાલાકીનો ભોગ બનવું પડી રહ્યું છે.

સુવિધાઓથી સજ્જ પી.એચ.સી. સેન્ટર ખુદ હાલ બિસ્માર હાલતમાં હોય તેવું જણાય છે. અગાવ પીએચસી સેન્ટરને એમ્બ્યુલન્સ ફાળવાઇ હતી. તે પણ 10 વર્ષ પહેલા કન્ડમ કરી દેવામાં આવી છે. તેમ છતાં હજુ સુધી નવું વાહન ફાળવાયેલ નથી. જાલીયા દેવાણી પી.એચ.સી. સેન્ટર હેઠળ 12 જેટલા ગામો અને અંદાજે 15 થી 20 હજાર જેટલી વસ્તીનો સમાવેશ છે. આટલા મોટા સેન્ટરમાં મેડીકલ સારવારની લોકોને તાતી જરુરીયાત રહે તે સ્વાભાવિક છે. પી.એચ.સી. સેન્ટરમાં મેડીકલ ઓફીસર, એમ.પી.એસ. અને એફ.એસ.એચ. નો ફિલ્ફ સ્ટાફ છે.

પરંતુ ગ્રામ્ય તેમજ વાડી વિસ્તારોમાં અવાર નવાર લોકો બીમાર પડતા હોય છે. તેમજ પ્રસુતિ જેવા કિસ્સામાં ફરજીયાત લોકોને ધ્રોલ કે જામનગર દર્દીને લઇ જવા ખાનગી વાહન કરવું પડે છે. તેનો ખર્ચ પણ વધુ થતો હોય છે. હાલનાં કોરોના લોકોને ઇમરજન્સીમાં વાહનની જરૂરીયાત હોય છે. વાહન ફાળવાયેલ છે તેને રીપેરીંગ કરે અથવા નવું વાહન ફાળવવામાં આવે તેવી પૂર્વ સરપંચ રાજદિપસિંહ જાડેજા એ માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો