ગ્રામપંચાયત દ્વારા નિર્ણય:ધ્રોલના ભેંસદડ ગામમાં આંશિક લોકડાઉન તા.15મી મે સુધી લંબાવાયું

ધ્રોલ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સવારે 6થી બપોરે 1 વાગ્યા સુધી દુકાનો ખુલી રહેશે

લતિપુર બાદ ભેંસદડ ગ્રામ પંચાયત દ્વારા તા. 1 થી 15 મે સુધી 15 દિવસ આંશિક લોકડાઉન વધારવાનો નિર્ણય કરાયો છે. સવારના 6 વાગ્યા થી બપોરનાં 1 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રહેશે. જરૂરી કામ વિના ગામમાં આવવા કે બહાર ન નિકળવા તેમજ માસ્ક ફરજીયાત પહેરવાનો અનુરોધ કરાયો છે. સુચનાઓનું તમામે ચુસ્ત પણે પાલન કરવા જણાવાયું છે.

ભેંસદડ ગ્રામ પંચાયત દ્વારા નોટીસ બહાર પાડી ગ્રામજનોને કોરોનાનો બીજો સ્ટ્રેન વધુ ઝડપથી ફેલાતો હોવાના કારણે કેસની સંખ્યા દિન પ્રતિદિન વધતા કેસની સંખ્યામાં ઘટાડો લાવવા નિર્દેશો બહાર પાડવામાં આવ્યા છે. જે અંતર્ગત તા. 18 થી 30 એપ્રિલ સુધી આંશિક લોકડાઉન વધારાયું હતું. પરંતુ કોરોનાનાં કુદકે ને ભુસકે વધી રહેલા કેસને લઇને ગ્રામ પંચાયત દ્વારા ફરી તા. 1 થી 15 મે સુધી લોકડાઉન વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ગામ સવારે 6 થી બપોરના 1 વાગ્યા સુધી ખુલ્લુ રહેશે. ત્યારબાદ લોકડાઉનનું પાલન કરવાનું રહેશે. તમામ દુકાનદારોએ એક સમયે એક જ વ્યક્તિને ગ્રાહકને દુકાનમાં આવવા દેવાનું રહેશે. જો વધારે ગ્રાહક એક સમયે એક જ દુકાનમાં ભેગા થશે જવાબદારી જે તે દુકાનદારની રહેશે. દુધની ડેરીઓ માટે સવારના સમય ઉપરાંત સાંજના 6 થી 8 સુધી ખુલ્લી રાખવાની રહેશે. મેડીકલ સ્ટોર 24 કલાક ખુલ્લા રાખી શકાશે. જનતાએ કામ સીવાય ગામમાં આવવાનું ટાળવાનું રહેશે. તમામ વ્યક્તિઓ એ માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે.

સલાયામાં 8 દિવસથી કોરોના ટેસ્ટ બંધ
સલાયમાં 45000 ની વસ્તી છે. પરંતુ છેલ્લામાં 8 દિવસથી કોરોના ટેસ્ટની કામગીરી બંધ છે. સલાયા સામૂહીક આરોગ્ય કેન્દ્રના લેબટેકનિશિયન કૌટુંબીક બિમારીની કારણે રજા પર છે. અન્ય કર્મીની નિમણૂંક કરી છે પણ તે હાજર રહેતા નથી. આથી લોકોને ફરજીયાત કોરોના ટેસ્ટીંગ માટે 15 કીમી દૂર ખંભાળિયા ધકકો ખાવો પડે છે. જયાં ભીડ રહેતી હોય સંક્રમણની શકયતા નકારી શકાતી નથી.

અન્ય સમાચારો પણ છે...