વૃક્ષારોપણ:ગુરુપૂર્ણિમાનાં દિવસે નાના વાગુદડના ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરે 3500 વૃક્ષોનું વાવેતર કરાયું

ધ્રોલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂર્વ મંત્રી હકુભા જાડેજાએ પણ વૃક્ષ પુજન સાથે કર્યું વૃક્ષારોપણ

ધ્રોલ તાલુકાના નાના વાગુદડ ગામે પૌરાણિક ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર ખાતે ગુરૂપૂર્ણિમા પર્વે પૂર્વ રાજ્ય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ઇન્દ્રેશ્વર મહાદેવનું પુજન અર્ચન કર્યું હતું. ત્યાર બાદ તેઓનાં હસ્તે વૃક્ષોનાં પુજન અર્ચન તેમજ વિદ્વાન બ્રાહ્મણોનાં વૈદિક મંત્રોચ્ચાર સાથે અંદાજે 10 વિઘા જેટલી જગ્યામાં 3500 વૃક્ષોનું ધ્રોલ સામાજિક વનિકરણ વિભાગના સહકારથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

હાલના સમયમાં વૃક્ષો ઘટી રહ્યા છે ત્યારે નાના વાગુદડ ગામે પૌરાણિક ઇન્દ્રેશ્વર મહાદેવની જગ્યામાં ધ્રોલ સામાજિક વનિકરણ વિભાગના સહકારથી વડ, લીમડો, પીપળો, અર્જુન સાદડ, બોરસલી, ખાખરો, રક્ત ચંદન, શ્રીપર્ણી, અગત્સ્ય, જેવા વિવિધ ઔષધિય 3500 જેટલા વૃક્ષોનું અંદાજે10 વિઘા જેટલી જગ્યામાં વાવેતર કરવામાં આવ્યું હતું. જિલ્લા ભાજપના ઉપપ્રમુખ ડી.ડી.જીવાણી, પી.એસ.આઈ. આર. એમ. સવસેટા, પૂર્વ તાલુકા ભાજપ પ્રમૂખ રાજભા જાડેજા, લેવા પાટીદાર સમાજના આગેવાન ચંપકભાઈ પટેલ, ધ્રોલ પાલિકા પ્રમુખ મનસુખભાઈ પરમાર

કારોબારી ચેરમેન ગોવિંદભાઈ દલસાણીયા, બ્રિજરાજ જાડેજા, ધ્રોલ યાર્ડના પૂર્વ વાઇસ ચેરમેન અને ડાયરેક્ટર દિલીપસિંહ જાડેજા, સરપંચ સંગઠનના પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, ધ્રોલ શહેર પૂર્વપ્રમુખ અરવિંદભાઈ પરમાર, કોર્પોરેટર સંજયસિંહ જાડેજા, રણછોડભાઈ, તાલુકા ભાજપના ઉપપ્રમુખ ચંદુભાઈ પનારા, કિસાન મોરચાના પ્રમુખ અરવિંદભાઈ હિંસુ, તાલુકા ભાજપ ઉપપ્રમુખ સંજયભાઈ, નાનાવાગુદડના સરપંચ યુવરાજસિંહ જાડેજા, મોટા વાગુદડના ઉપસરપંચ અનિરુધ્ધસિંહ જાડેજા, બબાસેઠ

તેમજ સામાજિક વન વિભાગ ધ્રોલ રેન્જના આર.એફ.ઓ. એસ. પી. ભાલીયા, રાઉન્ડ ફોરેસ્ટ ઓફીસર એ. એચ. નોયડા, હરિપરનાં બીટ ગાર્ડ બી.એસ. પ્રસાદ, સણોસરા બીટ ગાર્ડ એસ. પી. દુદાણી, મુકેશભાઇ સહિતના વનવિભાગના કર્મચારીઓ અને નાના અને મોટા વાગુદડના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર આયોજન પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ ડો. રાજેન્દ્રસિંહ જાડેજા અને ગ્રામજનોએ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...