તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અવ્યવસ્થા:નીલકંઠ નગર આરોગ્ય કેન્દ્રમાં વેક્સિન ખોટી જતા હોબાળો,પોલીસ ને બોલાવ્યા બાદ મામલો થાળે પડયો

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોગ્ય કેન્દ્ર પર કર્મચારી અને નાગરિકો વચ્ચે બબાલ સર્જાય છે
  • રસીકરણનો બીજો ડોઝ લેવા વાળા ને ખૂબ તકલીફ પડે છે

જામનગર શહેરમાં કોરોના રસીકરણ ની જાહેરાત કર્યા બાદ હવે જામનગર મહાનગરપાલિકા પણ હરકતમાં આવી ગયું છે લોકો પરેશાન થઇ રહ્યા છે અને કેન્દ્ર ઉપર લોકોની સંખ્યા વધી જતા તેમજ વેક્સિન ઓછી હોવાને કારણે દરરોજ આરોગ્ય કેન્દ્ર પર બબાલ થઈ રહી છે. ત્યારે દરરોજ શહેરના અલગ આરોગ્ય કેન્દ્ર પર કર્મચારી અને નાગરિકો વચ્ચે બબાલ સર્જાતા પોલીસને બોલાવવાની ફરજ પડી રહી છે.

જ્યારે આજે નીલકંઠ નગર આરોગ્ય કેન્દ્ર ઉપર વેકસીન ખૂટી પડતા આરોગ્ય કેન્દ્રના દરવાજો બંધ કરી દેવામાં આવ્યા હતા. જ્યારે વેક્સિનેશન નો કાર્યક્રમ શહેરના 12 આરોગ્ય કેન્દ્ર પર ચાલી રહ્યો છે ત્યારે નીલકંઠનગર ના આરોગ્ય કેન્દ્ર પર લોકો રસીકરણ માટે લાંબી લાઈનો લગાવી હતી. ત્યારે રસીકરણ માટે માથાકૂટ છતાં કેન્દ્ર ના દરવાજા ફટાફટ બંધ કરવા પડયા હતા તેવી સ્થિતિ સર્જાઇ હતી.

જ્યારે લોકો એ હજુ બીજો ડોઝ લેનાર લોકોને મહાનગરપાલિકા દ્વારા કોઈપણ પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવી નથી જેથી લોકોમાં ભારે નારાજગી અને રોષ જોવા મળી રહ્યો છે.જ્યારે મહાનગર પાલિકાના પદાધિકારીઓ એ પણ રસીકરણ કેન્દ્ર અંગે યોગ્ય વ્યવસ્થા ગોઠવવી જોઈ અને અધિકારીઓને પણ સુચના આપી રાબેતા મુજબ રસીકરણ ની કામગીરી ગોઠવવી જોઈએ જેથી કરીને લોકોને અવ્યવસ્થાનો સામનો ન કરવો પડે અને દરરોજ આરોગ્ય કેન્દ્ર પર કર્મચારી અને નાગરિકો વચ્ચે બબાલ પણ ન થાય તેમજ પોલીસને પણ દરરોજ આરોગ્ય કેન્દ્ર પર ના આવું પડે તેવી વ્યવસ્થા ગોઠવવાની જરૂર છે.

જ્યારે શહેરના સજુબા ગલ્સ હાઈસ્કુલ આરોગ્ય કેન્દ્ર પર પોલીસ બોલાવવી પડી ત્યારબાદ એમ.પી.શાહ વૃદ્ધાશ્રમ આરોગ્ય કેન્દ્ર પર પોલીસ બોલાવવી પડી અને આજે નીલકંઠ નગર આરોગ્ય કેન્દ્ર પર પોલીસને બોલાવવાની ફરજ પડી હતી ત્યાર બાદ મામલો થાળે પડ્યો હતો અને નાગરિકો અને કર્મચારી વચ્ચે ઘર્ષણ થતા અટકાવ્યું હતું.

જ્યારે જામનગર મહાનગરપાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવતી નથી અને આરોગ્ય અધિકારીના મોબાઈલ પણ અવાર-નવાર બંધ રાખવામાં આવે છે જેથી આરોગ્ય કર્મચારીઓને કઇ રીતે વ્યવસ્થા ગોઠવવી તેની સૂચના ની પણ રાહ જોવી પડે છે બીજી તરફ રસીકરણ નું લિસ્ટ પણ મોડી રાત્રે જાહેર કરે છે જેથી નાગરિકો અવઢવમાં મુકાઇ છે.

નવનિયુક્ત કમિશનર વિજય ખરાડી આરોગ્ય વિભાગમાં યોગ્ય વ્યવસ્થા ગોઠવવી પડશે.બીજી તરફ નવનિયુક્ત જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજય ખરાડી એ આજે જામનગરની જી.જી કવિડ હોસ્પિટલની મુલાકાત લીધી હતી હવે આગામી દિવસોમાં આરોગ્ય કેન્દ્રના રસીકરણના ની મુલાકાત લઇ આરોગ્ય અધિકારીને યોગ્ય સુચના આપે અને સારી વ્યવસ્થા ગોઠવે.

અન્ય સમાચારો પણ છે...