સામૂહિક મોત:ધ્રોલના મજોઠમાં 50 ઘેટાના રહસ્યમય મોત, મૃતદેહ મળ્યા, વન વિભાગ, વેટરનરી ડોકટર સહિત ટીમ દોડી

ધ્રોલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોઇ જંગલી પશુ દ્વારા ઘેટા પર કોઇ હુમલો કર્યો હોય અને મોત થયાનું માલિકે જણાવ્યું - Divya Bhaskar
કોઇ જંગલી પશુ દ્વારા ઘેટા પર કોઇ હુમલો કર્યો હોય અને મોત થયાનું માલિકે જણાવ્યું
  • કોઈ જંગલી જાનવરે હુમલો કર્યો હોવાનું પશુ માલિકનું કથન, મોતનું કારણ જાણવા તપાસ શરૂ
  • વાડામાં મોડીરાત્રે અચાનક ઘેટાઓના મૃત્યુ બાદ અંદર બચી ગયેલા ઘેટાઓની વેટરનરી ટીમ દ્વારા સારવાર કરાઈ

ધ્રોલ તાલુકાનાં મજોઠ ગામે એક માલધારીનાં 50 થી વધુ ઘેટાનું અગમ્ય કારણોસર મોત થયા હતા. કોઇ જંગલી પશુ દ્વારા ઘેટા પર કોઇ હુમલો કર્યો હોય અને મોત થયાનું માલિકે જણાવ્યું હતું. પરંતુ મોતનું કોઇ ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી. વનવિભાગ, વેટરનીટી ડોક્ટર સહીતનાં સ્ટાફે સ્થળની મુલાકાત લીધી હતી.ધ્રોલ તાલુકાનાં મજોઠ ગામે રહેતા કાનાભાઇ લાખાભાઇ ઝાંપડાનાં વાડામાં તા. ૩૧ની રાત્રીનાં અગમ્ય કારણોસાર 50 થી વધુ ઘેટાનાં અચાનક મોત થયા હતા.

જેથી માલધારી હતપ્રભ થઇ ગયા હતા અને તા. 1ના આગેવાનો મારફત તાલુકા પંચાયતને જાણ કરાતા પશુ ડોક્ટર અને વનવિભાગ સહીતનાં વિભાગોને જાણ કરવામાં આવી હતી. આ ઘેટાઓનાં મોત કોઇ રાની પશુએ ચાર પાંચ ઘેટા પર હુમલો કરવાથી અને બાકીનાં હુમલાથી ભયનાં કારણે મૃત્યુ પામ્યાનું માલધારીએ જણાવ્યું હતું. ત્યારબાદ તાલુકા વિકાસ અધિકારીને જાણ કરાતા તેઓ ઘટનાસ્થળ પર દોડી ગયા હતા. વેટરનીટી ડોક્ટરને જાણ કરાઇ હતી. પરંતુ માલિક દ્વારા ઘેટાઓનાં મૃતદેહો દુર કરાયા હતા.

ઘેટાઓના મૃત્યુના બનાવની જાણ થતાં વેટરનરી ટીમે દોડી ગઈ હતી
ઘેટાઓના મૃત્યુના બનાવની જાણ થતાં વેટરનરી ટીમે દોડી ગઈ હતી

તે સ્થળ પર મૃતદેહોને પશુઓએ ફાડી ખાધા હતા. આથી મૃત પશુઓનું પીએમ થઇ શકયું ન હતું.વન વિભાગ દ્વારા જંગલી જનાવર બાબતે સતત બે દિવસ સુધી તપાસ હાથ ધરાઇ હતી. પરંતુ કોઇ જંગલી જનાવરે હુમલો કર્યો ન હોવાનું વનવિભાગની પ્રાથમિક તપાસમાં જણાયું ન હતું. ઘટના બે દિવસ બાદ પ્રકાશમાં આવી હોય ઘેટાઓનાં મોતનું રહસ્ય વધુ ઘેરું બન્યું છે.

જંગલી પશુના સગડ, ફૂટમાર્ક ન મળ્યા
વન વિભાગે તા. ૧ અને ૨ એમ બે દિવસ સ્થળ પર જંગલી પશુ દ્વારા ઘેટા પર હુમલો કરાયા અને તેથી મોત થયા બાબતે તપાસ હાથ ધરી હતી. ૫૦ જેટલા ઘેટાનાં મોત થયાનું વાત સાચી છે. અમારી ટીમે સ્થળ પર જ્યાં હુમલો થયો હતો ત્યાં અને જ્યાં મૃતદેહો નાંખવામાં આવ્યા હતાં તે સ્થળો પર તપાસ કરી હતી. પરંતુ કોઇ ખરોચ કે જંગલી પશુનાં સગળ, ફુટમાર્ક કે વન્ય પશુઓ દ્વારા ઘેટાને મારેલા હોય એવું પ્રાથમિક દ્રષ્ટીએ જણાયું નથી. - શાહિદભાઇ મકરાણી, આર.એફ.ઓ, નોર્મલ વનવિભાગ, ધ્રોલ.

અન્ય ઘેટાઓની ચકાસણી કરવામાં આવી હતી
અન્ય ઘેટાઓની ચકાસણી કરવામાં આવી હતી

મૃતદેહ કોહવાયેલા હોવાથી PM થઈ શક્યું નહીં
ઘેટાઓનાં મૃત્યુ તા. 30 કે 31 મેનાં સવારે થયા હોય શકે. તા. 1 નાં 11 કલાકે અમોને જાણ કરાઇ હતી. ટી.ડી.ઓની સાથે તાત્કાલીક અમો બનાવ સ્થળે ગયા હતા. પરંતુ માલિક દ્વારા ડેડબોડી અન્ય જગ્યાએ નાંખવામાં આવ્યા હતા. બચેલા ઘેટાઓની ટ્રીટમેન્ટ કરી હતી. મૃતદેહો કોહવાય ગયેલા તેમજ અન્ય પશુઓએ ફાડી ખાધેલા હોવાથી પી.એમ. થઇ શક્યું ન હતું. માલિકનાં કહેવા પ્રમાણે જંગલી પશુએ હુમલો કર્યો હતો. ત્યારબાદ અન્ય પશુઓ એક જગ્યાએ એકઠા થઇ જવાથી ઓવર ક્લાઉડીંગ અને સફોકેશનનાં કારણે પણ મોત થયા હોઇ શકે. - ડો. પરમાર, વેટરનીટી ઓફીસર, ધ્રોલ.

અન્ય સમાચારો પણ છે...