ધ્રોલ રાજપૂત યુવા શક્તિ ગ્રુપ અને રાજપૂત સમાજના સંગઠનો દ્વારા ધ્રોલમા પ્રથમ વખત મહારાણા પ્રતાપની જન્મજ્યતીની ઉજવણી કરવામા આવી હતી. દિપસિહજી રાજપુત છાત્રાલયથી ગાંધી ચોક ખાતે ધ્રોલ ઠાકોર સાહેબના સ્ટેચ્યુને ફુલહાર કરી રાજપૂત યુવાનો દ્વારા ત્રિકોણ બાગ સુધી બાઈક રેલી કાઢવામાં આવી હતી. ધ્રોલ ત્રિકોણ બાગ ખાતે મહારાણા પ્રતાપના ફોટાને ફુલહાર અને પુજન કરવામાં આવ્યું હતુ. રાજપૂત સમાજના ભાઈઓ બહોળી સંખ્યામાં આ રેલીમાં જોડાયા હતા.
ત્રિકોણ બાગ ખાતે મહારાણા પ્રતાપનુ સ્ટેચ્યુ મુકવામાં આવે એવી રાજપૂત સમાજ દ્વારા નગરપાલિકા પ્રમુખને લેખીતમાં માંગ કરવામાં આવી હતી. આ રેલીમાં પ્રદ્યુમનસિંહ જાડેજા (પ્રમુખ, ધ્રોલ દિપસિહ રાજપૂત છાત્રાલય), રમજુભા જાડેજા (જાબીડા), લખધીરસિહ જાડેજા (જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન), પોલુભા જાડેજા (ધ્રોલ તાલુકા અગ્રણી) પોલુભા જાડેજા (ધ્રોલ તાલુકા પંચાયત વિપક્ષ નેતા), મનસુખભાઇ પરમાર, ગોવિંદભાઈ દલસાણીયા (કારોબારી ચેરમેન, ધ્રોલ નગરપાલિકા), વિરેન્દ્રસિંહ જાડેજા (સરપંચ સંગઠન પ્રમુખ), ધર્મેન્દ્રસિંહ જાડેજા (હજામચોરા, સરપંચ), ઉપેન્દ્રસિંહ જાડેજા (રાજપૂત યુવા શક્તિ ગ્રુપ, પ્રમુખ), સંજયસિંહ જાડેજા (કોર્પોરેટર), પ્રદિપસિંહ જાડેજા (મહામંત્રી ધ્રોલ તાલુકા ભાજપ), બ્રિજરાજસિહ જાડેજા (સદસ્ય ધ્રોલ તાલુકા પંચાયત), મહેન્દ્રસિંહ જાડેજા (સદસ્ય ધ્રોલ તાલુકા પંચાયત), મયુરસિહ જાડેજા, જીજુભા જાડેજા, અનોપસિહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, શક્તિસિંહ જાડેજા, સહદેવસિહ જાડેજા, જયેન્દ્રસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ જાડેજા,તેમજ રાજપૂત સમાજના ભાઈઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.