રજૂઆત:જામનગર - 22 પોલીસ મથકે લોકદરબાર

જામનગર / ધ્રોલ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વ્યાજખોરીનું દૂષણ ડામવા ઝુંબેશ, પીડિતો રજૂઆત કરી શકશે

સમગ્ર જામનગર જિલલાના 22 પોલીસ સ્ટેશન ખાતે આજે પોલીસ દ્વારા લોક દરબારનુ આયોજન કરવામાં આવ્યુ છે જેમાં ગેરકાયદે વ્યાજખોરોના ત્રાસથી ત્રસ્ત પિડીતો વ્યાજખોરો વિરૂધ્ધ લેખિત રજુઆત કરી શકશે . જેમાં સીટી એ પોલીસ મથક ખાતે પોલીસ અધિક્ષક ઉપસ્થિત રહેશે . ધ્રોલ , પંચ બી સહિતના તમામ પોલીસ મથક ખાતે પીઆઇ તેમજ પીએસઆઇ હાજર રહેશે .

જામનગર પોલીસ દ્વારા ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ અંતર્ગત લોકોમાં જાગૃતિ કેળવવા તથા વ્યાજખોરી અંગે લોકોની ફરીયાદોને સાંભાળી ગેરકાયદે વ્યાજખોરી કરનારા સામે કડક કાર્યવાહી કરી પ્રજા આવી વ્યાજખોરીની ચુંગાલમાં ના ફસાઇ તેમજ લોનની પણ વિસ્તૃત જાણકારી આપવાના હેતુથી તા .12 ના સવારે 11 થી 01 કલાક સુધી જુદા જુદા પોલીસ મથક ખાતે લોક દરબારનુ આયોજન થયુ છે .

જેમાં સીટી એ પોલીસ મથકમાં પોલીસ અધિક્ષક ઉપસ્થિત રહેશે . જયારે બેડી મરીન ખાતે શહેર ડીવાયએસપી , સિકકા ખાતે ગ્રામ્ય ડીવાયએસપી ઉપરાંત પંચ એ , જોડીયા , મેઘપર , બેડી મરીન , સીટી એ , સીટી બી , સીટી સી , જામજોધપુર , કાલાવડ , પંચ એ પોલીસ મથકનો વિજરખી , પંચ બીનો ચેલા , સિકકા પોલીસ મથકનો મુંગણી , મેઘપર પોલીસ મથકનો કાનાલુસ , કાલાવડ ગ્રામ્યનો નિકાવા અને શેઠ વડાળા ખાતે પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહેશે. જિલ્લાના તમામ 22 પોલીસ મથક ખાતે આજે યોજાનાર લોકદરબારમાં ગેરકાયદે વ્યાજખોરોના ત્રાસથી પીડિતો ફરિયાદ અરજી સાથે રજૂઆત કરી શકશે.

અન્ય સમાચારો પણ છે...