તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભકિત:હરી અને હરનાં ઐક્યરૂપ નાના વાગુદડ ગામે બીરાજતા ઇન્દ્રેશ્વર મહાદેવ, એકાદ હજાર વર્ષ પુરાણુ મહાદેવનું અદભુત શિવલિંગ

ધ્રોલ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મંદિરનાં મુખ્યદ્વારની સામે જ અડોઅડ પીપળાનાં વૃક્ષનો અદભૂત સંયોગ, જિલ્લાભરમાંથી દર્શનાથે આવતા ભકતો

ધ્રોલથી સાતેક કિમી દુર નાના વાગુદડ ગામનાં સીમાડે ગામથી એક કિમી દુર તળાવની પાળ ઉપર કુદરતી અને નયનરમ્ય વાતાવરણ વચ્ચે ઇન્દ્રેશ્વર મહાદેવ બિરાજમાન છે. આ મંદિરની વિશેષતા એ છેકે મંદિરના મુખ્યદ્વારની બહાર નિકળતાની સાથે જ અડોઅડ સામે જેમાં ભગવાન વિષ્ણુનો વાસ છે એવા ઘેઘુર પીપળાનાં દર્શન થાય છે. તેમાંય વડ, પીપળો અને લીમડાની ડાળીઓ એકબીજામાં ગુંથાઇ ગયેલ જોવા મળે છે. ભક્તોની ખુબજ આસ્થા ધરાવતા આ મહાદેવનાં દર્શન કરવા દુર દુરથી ભક્તો આવી તેનાં ચરણોમાં શીશ ઝુકાવીને ધન્યતા અનુભવે છે.

ધ્રોલ તાલુકાનાં નાના વાગુદડ ગામની પાછળ એક મોટું તળાવ આવેલ છે. આ તળાવની પાળ ઉપર અંદાજે 1000થી વધુ વર્ષ પુરાણા મહાદેવજી બિરાજમાન હોવાનું મનાય છે. આ ઇન્દ્રેશ્વર મહાદેવની સ્થાપના ક્યારે થઇ, કોણે કરી એ વિશે અનેક કિવદંતીઓ છે પરંતુ ચોક્કસ કોઇ કહી શકતુ નથી. ધ્રોલનાં ચાવડાવંશનાં રાજવી ધમલ ચાવડા વખતનું તળાવ હોવાનું મનાય છે. સૌ પ્રથમ વર્ષો પહેલા નાના વાગુદડ ગામનાં લોકોની નજરમાં તળાવની પાળ ઉપર બાવળની ઝાડી ઝાંખારા વચ્ચે એક ઓટા ઉપર ખુલ્લામાં આ શિવલિંગ જોવામાં આવ્યું હતું.

ભૂખરા પત્થર જેવા પત્થરના ખરબચડા લિંગમાંથી વર્ષો બાદ પણ કાંકરી પણ ખરતી નથી. ત્યારથી ગામનાં લોકો ત્યાં મહાદેવની પુજા કરવા જતા હતાં. વર્ષો પહેલા નાનાવાગુદડ ગામનાં બ્રાહ્મણ નંદલાલભાઇએ ડોલથી પાણી સીંચી વૃક્ષો ઉછેર્યા હતાં. તળાવની નીચે પાણી માટે એક વાવ પણ ગળાવી હતી. જે હાલ બુરાઇ ગઇ છે. ૨૦૨૦માં ધ્રોલનાં સોની મહાજનો અને નાના વાગુદડ ગામનાં લોકોએ સહિયારા પ્રયાસથી મુળ જગ્યાએ ઓટા ઉપર મહાદેવનું શિખરબધ્ધ મંદિર બંધાવ્યુ હતું.

જયારે આ મંદિરનું પાયા ખોદવાનું કામ ચાલુ હતું ત્યારે એ જગ્યાએ થી કોઇ તપસ્વી મહાત્માની સમાધિ પણ નીકળી હતી. પાયો અંદર લઇને તે સમાધિની જગ્યાએ નાની દેરી બનાવી હતી. મોટા તળાવની પાળ ઉપર જંગલ જેવા વિસ્તારમાં વનરાઇની વચ્ચે મહાદેવના સાનિધ્યમાં મનને પરમશાંતિનો અનુભવ થાય છે.

અન્ય સમાચારો પણ છે...