જામનગર:રોજીયા ગામે કાળોતરાના દંશથી વૃધ્ધાએ દમ તોડયો

ધ્રોલ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મોડીરાતે ભુલથી એસિડ પી જતા યુવકનુ મોત

દરજી શેરી વિસ્તારમાં રહેતા યુવાને મોડી રાત્રે તરસ લાગતા પાણીના બદલે ભુલથી એસિડ પી જતા સારવારમાં તેનુ મૃત્યુ નિપજયુ હતુ.જયારે ધ્રોલ તાલુકાના રોજીયા ગામે રહેતા વૃધ્ધાએ સાપે દંશ દેતા જીવ ગુમાવ્યો હોવાનો બનાવ બહાર આવ્યો છે. ધ્રોલમાં દરજી શેરી વિસ્તારમાં રહેતા રાજેશભાઇ ભવાનભાઇ પરમાર(ઉ.વ.45) નામના યુવકે ગત તા.26ના મોડી રાત્રે ત્રણ વાગ્યે પાણીની તરસ લાગતા તરસ લાગતા પાણીના બદલે ભુલથી એસિડ પી જતા તેને તાકિદે સારવાર અર્થે જી. જી. હોસ્પીટલમાં ખસેડાયો હતો.જયાં સારવારમાં તેનુ મૃત્યુ નિપજયુ હતુ. આ બનાવની મનસુખભાઇ ભવાનભાઇ પરમારે જાણ કરતા ધ્રોલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ધ્રોલ તાલુકાના રોજીયા ગામે રહેતા કુંવરબેન ભીમાભાઇ ડાંગર (ઉ. વ. 66) નામના વૃધ્ધાને ગત તા.36ના રોજ ઘરે કોઇ ઝેરી સાપ કરડી જતા તેમને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડાયા હતા જયાં સારવાર દરમિયાન તેમનુ મૃત્યુ નિપજયુ હતુ.

અન્ય સમાચારો પણ છે...