તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • Dhrol
  • In Lakhabawal Village Of Jamnagar, The Young Woman, Fed Up With The Poor Financial Condition Of The Family And Her Father's Illness, Shortened Her Life.

આપઘાત:જામનગરના લાખાબાવળ ગામમાં પરિવારની નબળી આર્થિક સ્થિતિ અને પિતાની બીમારીથી કંટાળી તરુણીએ જીવન ટૂંકાવ્યું

જામનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 16 વર્ષીય તરુણીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી

જામનગર નજીકના લાખાબાવળ ગામે ક્ષત્રિય પરિવારની એક તરૂણીએ ગળાફાસો ખાઇ આપઘાત કરી લીધો છે. પરિવારની નબળી આર્થિક પરિસ્થિતિ અને પિતાની બિમારીથી કંટાળી તેણીએ આ પગલુભરી લીધુ હોવાનું પોલીસમાં જાહેર થયું છે.

જામનગર પંથકમાં આપઘાતનો વધુ એક બનાવ સામે આવ્યો છે. જેની વિગત મુજબ તાલુકાના લાખાબાવળ ગામે રહેતા અજીતસિંહ જારૂભા જાડેજાની 16 વર્ષીય પુત્રી કૃપાબાએ પોતાના ઘરે ગળાફાસો ખાઇ જીવતરનો અંત આણ્યો હતો. આ બનાવ અંગે હરદીપસિંહ ભુરૂભા જાડેજાએ જાણ કરતા પંચકોષી બી ડિવિઝન પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હરદીપસિંહે પોલીસમાં નોંધાવેલા નિવેદન મુજબ તેણીના ઘરની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હતી તેમજ તેણીના પિતા માનસીક બિમાર હતા અને કામ-ધંધો કરતા ન હતા. જેને લઇને તેણીએ આ પગલુભરી લીધુ હતું. આ બનાવના પગલે પરિવાર સહિત નાના એવા લાખાબાવળ ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. પોલીસે આ બનાવ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...