તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:જામનગર જિલ્લામાં સંક્રમણમાં ઘટાડો યથાવત, આજે નવા 2 કેસ સામે 12 દર્દી સ્વસ્થ થયા

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાની સારવાર દરમિયાન 2 દર્દીના મોત

જામનગર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. જિલ્લામાં આજે કોરોનાના નવા 2 કેસ નોંધાયા છે તો કોરોનાની સારવાર દરમિયાન 2 દર્દીઓના મોત નોંધાયા છે.

જામનગર જિલ્લામાં એક સમયે દરરોજ 700 આસપાસ કોરોનાના કેસ નોંધાતા હતા. પરંતુ, છેલ્લા કેટલાક દિવસથી કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. જામનગર જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન 2 નવા કેસ નોંધાતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. તો બીજી તરફ કોરોનાની સારવાર દરમિયાન છેલ્લા ચોવીસ કલાક દરમિયાન 2 દર્દીઓના મૃત્યુ નિપજ્યા હતા. આજે 12 દર્દીઓ કોરોનાને માત આપવામા સફળ રહ્યા છે.

જામનગર જિલ્લામાં આજે 2 કેસ નોંધાયા છે. જેમાં 1 કેસ શહેરી વિસ્તારમાં તો 1 કેસ ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયા છે. જિલ્લામાં રાહતની વાત એ છે કે, છેલ્લા ચોવીસ કલાક દરમિયાન જિલ્લામાં 12 દર્દી કોરોનાને માત આપવામા સફળ રહ્યા છે.જામનગર શહેરમાં અત્યાર સુધીમાં 4 લાખ 19 હજાર 591 લોકોના અને ગ્રામ્ય વિસ્તારમાં 3 લાખ 5 હજાર 185 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...