તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રેરણા:ધ્રોલમાં ‘અમને આપના પર ગર્વ છે’ કાર્ડ આપી મહિલાઓનું સન્માન કરાયું

ધ્રોલ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પરિવારની જવાબદારી સાથે જુદા-જુદા ક્ષેત્રમાં ફરજ બજાવતી મહિલાનો સમાવેશ

ધ્રોલમાં અમને આપના પર ગર્વ છે કાર્ડ આપી મહિલાઓનું સન્માન કરાયું હતું. પરિવારની જવાબદારીની સાથે જુદા-જુદા ક્ષેત્રમાં ફરજ બજાવતી મહિલાઓએ પ્રથમ વખત સન્માન બદલ હર્ષની લાગણી અનુભવી હતી. આંતર રાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવણી અંતર્ગત જે મહિલાઓ પોતાના ઘર પરિવારની જવાબદારી ઉપરાંત હોસ્પિટલનાં નર્સ-ડોક્ટર, પોલીસ સ્ટેશનમાં કાર્ય કરતા બહેનો, બસ સ્ટેશનમાં કંડકટર, શાક માર્કેટમાં શાકભાજી વહેંચતી મહિલાઓનું એમ.ડી.મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ની ટીમ દ્વારા હાથ બનાવટના અમને આપના પર ગર્વ છે કાર્ડ તૈયાર કરી દરેક સ્થળ પર જઇ મહિલાઓને કાર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું.

સન્માન બાદ ઘણી મહિલાઓએ તેમનું પ્રથમ વખત સન્માન કરાયાનું જણાવી તેઓની નોંધ પણ આ સમાજમાં કોઈ લઇ રહ્યું છે તે બદલ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. કાર્યક્રમ ઉપરાંત વિજ્ઞાનકેન્દ્ર પર બાળકથી બાળક સુધીની સફર કરાવતા જાતીય શિક્ષણ આધારિત યોજાયેલા 75 ચાર્ટની સર્જન યાત્રાના પોસ્ટર પ્રદર્શન કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓએ નિહાળ્યું હતું. કાર્યક્રમનું આયોજન વિજ્ઞાનકેન્દ્રના પ્રોગ્રામ ઓફિસર ડો.સંજય પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો