ચમત્કારને નમસ્કાર:ધ્રોલમાં મુખ્ય બજારમાં ખડકાયેલા કચરાના ગંજ આખરે દૂર, ડીડીટીનો છંટકાવ કરાયો

ધ્રોલ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
વાતાવરણ સ્વચ્છ હશે તો જ સમાજ સ્વસ્થ રહેશે - Divya Bhaskar
વાતાવરણ સ્વચ્છ હશે તો જ સમાજ સ્વસ્થ રહેશે
  • વેપારીઓએ ઉગ્ર રજૂઆતો કરતા આખરે પાલિકા તંત્ર જાગ્યું ખરૂ !

ધ્રોલની મેઇન બજારમાં રઘુવિર કોમ્પ્લેક્ષ પાસે કચરાનાં ઢગ થઇ ગયા હતા. જેનાં કારણે સ્થાનિકો અને વેપારીઓમાં રોગચાળાનો ભય ફેલાયો હતો. લોકો અને વેપારીઓએ કચરાનાં ઢગથી ત્રસ્ત થઇ પાલિકાએ જઇ ઉગ્ર રજુઆતો કરી હતી. નગરપાલિકા સફાળી જાગી કચરો ઉપડાવ્યો હતો તેમજ મેઇન બજાર સહિતના વિસ્તારમાં ડીડીટી વિગેરેનો છંટકાવ પણ કર્યો હતો.ધ્રોલ શહેરની ધોરીનસ સમાન મેઇન બજારમાં રઘુવિર કોમ્પ્લેક્ષ પાસે કચરો ઉપડવામાં પાલિકાની બેદરકારી સામે આવી હતી.આ જગ્યાએ ફેંકાયેલો કચરો રોડ ઉપર ઉડી રહ્યો હતો, આ વિસ્તારનાં લોકો અને દુકાનદારોની અવાર નવારની રજુઆતો કરી હતી.

પરંતુ કોઇ નિરાકરણ આવતુ નથી. હાલ કોરોના કાળમાં કચરાથી ગંદકી ફેલાવાનાં કારણે રોગચાળો વધવાની ભીતી ઉભી થઇ છે.રસ્તા પર ચાલનારા લોકોને પણ કચરા ઉપરથી ચાલીને પસાર થવું પડે છે.દુકાનદારો અને લોકો એ કચરો ન ઉપડતા નગરપાલિકાએ જઇ ઉગ્ર રજુઆતો કરી હતી.

કચરો તાત્કાલીક ઉપડાવવા અને આ જગ્યાએ લોકો કચરો ન નાંખે તે રીતે ઘટતુ કરવા અને જાહેરમાં કચરો નાંખનાર સામે પગલા લેવા પાલિકાએ રજુઆતો કરી હતી. નગરપાલિકાના ચીફ ઓફીસર દ્વારા સવારમાં જ સેનટરી ઇન્સપેકટર તાત્કાલીક મોકલી કચરો ઉપાડવામાં આવ્યો હતો. તેમજ આજુબાજુનો વિસ્તારમાં સફાઇની સાથે ડીડીટીનો છંટકાવ પણ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...