તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્તુત્ય કાર્ય:ધ્રોલમાં કારને એમ્બ્યુલન્સમાં ફેરવી વિનામૂલ્યે સરકારી હોસ્પિટલને અર્પણ કરી

ધ્રોલ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સ્વ. જીવરાજ લીલાધર અનડકટ ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખનું પ્રેરણાદાયી કાર્ય

ધ્રોલમાં કોરોનાનાં વધતા દર્દીઓને લઈને સરકારી હોસ્પિટલ ખાતે એમ્બ્યુલન્સની ઘટ હોવાથી સ્વ.જીવરાજ લીલાધર અનડકટ ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખે પોતાની ઇનોવા કારને એમ્બ્યુલન્સમાં ફેરવી ડ્રાયવર, ઓક્સિજન સીલીન્ડર અને ફૂલો મીટર સાથે કોઇ પણ ચાર્જ વિના હોસ્પિટલની સેવામાં આપી છે.

હાલમાં વધતી જતી કોરોનાની મહામારીમાં હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ રહી છે. ત્યારે ધ્રોલ જેવા સેન્ટરમાં શહેર તેમજ તાલુકાનાં આજુબાજુનાં ગામોનાં કોરોનાના દર્દીઓને વધુ સારવાર અર્થે જામનગર કે અન્યત્ર ખસેડવા પડતા હોય છે.ધ્રોલમાં હાલમાં જેટલી એમ્બ્યુલન્સ છે તે મોટાભાગે સતત દર્દીઓને લેવા મુક્વા તેમજ રીફર કરવામાં વ્યસ્ત રહેતી હોય છે.

​​​​​​​કોરોના કાળમાં માનવતા મહેકાવતા ધ્રોલનાં સ્વ. જીવરાજ લીલાપર અનડક્ટ ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ એડવોકેટ ભાવિનભાઈ અનડકટ અને તેનાં નાનાભાઇ એડવોકેટ જતીનભાઈ અનડકટે પોતાની ઇનોવા કારને એમ્બ્યુલન્સમાં પરિવર્તીત કરી દર્દીઓની નિલ્ક સેવા માટે ડાયવર સાથે કાર આપી છે.

ટૂંક સમયમાં કારમાં ઓક્સિજન કન્સટ્રેટર પણ ફીટ કરાવી આપવામાં આવશે. જેથી દર્દીઓને ઓક્સિજન પણ ઓન વ્હીલ મળી શકે. સાથે સાથે ભાવિનભાઇનો મિત્ર અને સેવાકાર્યોમાં આગળ એવા કેતનભાઈ અનેરના અનુદાનથી ધ્રોલ હોસ્પીટલને ઓક્સિજન ફેકો મીટરવાળા ઓક્સિજનનાં પાંચ બાટલા પણ દર્દીઓની સેવામાં અર્પણ કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો