તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ:ધ્રોલમાં શેરીમાંથી છાત્રોએ પ્લાસ્ટીક એકત્ર કરી પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપ્યો

ધ્રોલ17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બાળકોએ 90 રમકડાં બનાવી ઓનલાઇન નિદર્શન કર્યુ : રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવાયો

ધ્રોલ એમ.ડી.મહેતા જિલ્લા વિજ્ઞાનકેન્દ્ર દ્વારા બાળકો વર્ષમાં આવતા વિશિષ્ટ દિવસનું મહત્વ સમજે, રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ વિશે જાણે તેમજ વિજ્ઞાનની અવનવી પ્રવૃતિઓ કરતા થાય તે ઉદ્દેશથી ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રામન પરંપરાગત રમકડાનું આયોજન ધો.5 થી ઉપરના વિદ્યાર્થીઓ માટે કરાયું હતું. કાર્યક્રમમાં 70 જેટલા બાળકોએ ઓનલાઇન 90 રમકડાંનું નિદર્શન કર્યું હતું. ઘર અને શાળા પ્લાસ્ટિક મુક્ત બને તે ઉદ્દેશથી પ્લાસ્ટિક મુક્ત ઘર અને શાળા પ્રવૃતીમયી પ્રત્યક્ષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

જેમાં 70 જેટલા બાળકોએ ધ્રોલની શેરીઓમાંથી પ્લાસ્ટિકનું એકત્રીકરણ કરી અને પ્લાસ્ટિક બોટલ માં ભરી પર્યાવરણીય મિત્ર ઇકો બ્રિક્સ બનાવ્યા હતાં. કાર્યક્રમમાં તજજ્ઞ તરીકે વિજ્ઞાન કેન્દ્રના ડો સંજય પંડ્યા રહ્યા હતાં. ત્રિવિધ કાર્યક્રમમાં બાળકો, શિક્ષકો કે આમજનતા સૌ કોઈ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સના પાલન સાથે સહભાગી થયા હતાં. બાળકોએ ત્રિવિધ કાર્યક્રમમાં જોડાઇ પોતાના હુન્નર રજૂ કર્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો