તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કૂનેહ:બારાડીના અંતરિયાળ પંથકમાં 108ની ટીમે સગર્ભાની ક્રિટીકલ પ્રસૃતિ સફળતાપૂર્વક કરાવી

ધ્રોલ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવજાત બાળકનુ હ્રદય ફરી ચાલુ કરવા માટે સી.આર.પી. જેવી સારવાર અપાઈ

જોડીયાના બારાડીના અંતરીયાળ પંથકમાં સર્ગભા મહિલાને 108ની ટીમે સફળ પ્રસૃતિ કરાવી માતા અને બાળકના જીવ બચાવ્યા હતા.જેમાં નવજાત બાળકનુ હ્દય ચાલુ કરવા માટે સીઆરપી જેવી તાત્કાલિક સારવાર આપીને 108ની ટીમે તેને હોસ્પીટલમાં ખસેડયા હતા.

જોડીયા તાલુકાનાં બારાડી ગામનાં વાડી વિસ્તારમાં રહેતા સવિતાબેન કમલેશભાઇને પ્રસુતિની પીડા ઉપડતા જોડીયા ૧૦૮ને ફોન કર્યો હતો. પરંતુ જોડીયા ૧૦૮ અન્ય પેશન્ટમાં વ્યસ્ત હોવાનાં કારણે ધ્રોલ ૧૦૮ની ટીમને મોકલવામાં આવી હતી.જે ટીમનાં પાયલોટ ગૌતમભાઇ તથા ઇ.એમ.ટી. અજીત રામ તાત્કાલીક બારાડી ગામે રવાના થયા હતા. વાડીએ પહોંચી પ્રસુતાની તપાસ કરતા પ્રસુતિનો દુખાવો ચાલુ થવાથી તાત્કાલીક સવિતાબેનની પ્રસુતિ કરવાની ફરજ પડી હતી. પરંતુ ડિલેવરી દરમ્યાન બાળક બ્રિચ (ઉંધુ) હોવાનાં કારણે નવજાત બાળકની હાલત ખુબ જ નાજુક હતી.

જેથી બાળકને બચાવવા માટે ઓક્સીજન, કૃત્રિમ શ્વાસોશ્વાસ અને હ્રદય ફરી ચાલુ કરવા માટે સી.આર.પી. જેવી તાત્કાલીક સારવાર ૧૦૮માં જ આપેલ હતી. આથી બાળક અને માતાનો જીવ બચી જવા પામ્યો હતો. બાદમાં સરકારી હોસ્પીટલ જોડીયા ખાતે માતા અને નવજાત બાળકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...