ઉજવણી:ધ્રોલ, જોડિયા-હડિયાણા સહિતના ગામોમાં આરોગ્ય રથના માધ્યમથી હેલ્થ કેમ્પ યોજાયા

હડિયાણા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 5000 થી વધુ લોકોએ કેમ્પનો લાભ લીધો: સુગર, બ્લડપ્રેશર વગેરેની તપાસણી

હડિયાણા, ધ્રોલ, જોડિયા તાલુકાના ગામમાં આરોગ્ય રથના માધ્યમથી હેલ્થ કેમ્પ યોજાયા હતા. જેમાં હિમોગ્લોબીન, સુગર, બ્લડપ્રેશર, ઑક્સિજન લેવલ વગેરેની ચકાસણી કરી આપવામાં આવે છે. તેમજ જેમનું હિમોગ્લોબીન જરૂર કરતા ઓછું હોય તેને મેડીસિન પણ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં 5000 થી વધુ લોકોએ આ કેમ્પનો લાભ લીધો છે.

ઉમિયા પરિવાર સંગઠન સમિતી હડિયાણા ગામ આયોજિત ઉમિયા માતાજી મંદિર સીદસર, કુંડારિયા ફાઉન્ડેશન તેમજ કેપીએસએનએ ના સહયોગથી આરોગ્ય રથ ચાલુ કરવામાં આવ્યો છે. આ આરોગ્ય રથ દ્વારા હિમોગ્લોબીન, સુગર, બ્લડપ્રેશર, ઑક્સિજન લેવલ વગેરેની ચકાસણી કરી આપવામાં આવે છે. તેમજ જેમનું હિમોગ્લોબીન જરૂર કરતા ઓછું હોય તેને મેડીસિન પણ આપવામાં આવે છે. આ કેમ્પનો લાભ કોઈ પણ જાતની ફી વગર સર્વ જ્ઞાતિના લોકો લઈ રહ્યા છે.

આરોગ્ય રથ દ્વારા એપ્રિલ અને મે મહિનામાં પડધરી તાલુકાના 16 જેટલા ગામમાં આ કેમ્પ યોજાઈ ગયો છે. જેમાં તાલુકા પ્રમુખ ધીરજલાલ સવસાણી તેમજ ગામના આગેવાનો અને લોકોનો સારો સહકાર મળેલો છે. જે બાદ તારીખ 17 થી 31 સુધીમાં ઉમા આરોગ્ય રથ દ્વારા ધ્રોલ તાલુકાના 13 તેમજ જોડીયા તાલુકાના 6 જેટલા ગામમાં તેમજ ધ્રોલ શહેરની સોસાયટીમાં 3 કેમ્પ યોજવામાં આવ્યાં હતા.

ત્યારબાદ તારીખ 17 મે ના રોજ ધ્રોલ જી. એમ. કન્યા છાત્રાલયમાં,જોડીયા અને જામનગરના ગામોના આગેવાનોની મીટીંગ યોજાઈ હતી. જયેશભાઈ પટેલે ઉમા આરોગ્ય રથની કામગીરી વિશે તેમજ હિમોગ્લોબીન વિશે જાણકારી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...