તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:કોરોનાના કારણે નાના વેપારીનો વ્યવસાય વેરો માફ કરો

ધ્રોલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પાલિકાને રજૂઆત

ધ્રોલ ચેમ્બર ઓફ કોમર્સનાં પ્રમુખ નવિનભાઇ શાહની આગેવાનીમાં સભ્યોનું પ્રતિનિધી મંડળ વિવિધ લેખીત માંગણીઓ સાથે ચીફ ઓફીસરને પાલિકાએ જઇ રજુઆત કરી હતી. તેમાં હાલ પાલિકા દ્વારા 60 વર્ષથી ઉપરના વેપારીઓનો વ્યવસાય વેરો લેવામાં આવે છે.

સરકારની ગાઇડ લાઇન મુજબ સીનીયર સીટીઝનનો વ્યવસાય વેરો લઇ શકાય નહીં તે વેરો ન લેવા, કોરોના મહામારીમાં નાના વેપાર ધંધાવાળા વેપારીઓને ભારે માઠી અસર થઇ છે. બે વર્ષ માટે નાના વેપારીઓનો વ્યવસાયવેરો ન લેવા, વ્યવસાય વેરામાં પાલિકા દ્વારા વધારો કરીને હાલ રૂ. 2,400 લેવાય છે તે રૂ.1800- કરવા, રસ્તાઓ પરથી બાવળો દૂર કરવા મુખ્ય રસ્તાઓ પર પેવર બ્લોકનું રીફીટીંગ કરવા, બાંધકામ રજાચિઠ્ઠી મેળવવા માટે પાલિકા દ્વારા વેરા વધારો કરેલ છે તે વેરામાં વધારો પાછો ખેંચી જુના વેરા મુજબ વેરા લેવા, બંધ સ્ટ્રીટ લાઇટો ચાલુ કરાવવા, પશુદવાખાના પાસે નાલાનું કામ પૂર્ણ કરી પાણીનો નિકાલ યોગ્ય રીતે કરાવવા, સ્મશાનની બાજુમાં પેવર બ્લોક નાખવા અને દબાણો દૂર કરવા માંગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...