તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્રાવણે શિવ દર્શન:શિવલિંગના બાહ્ય પૂજનથી જ આંતરિક પૂજનનો માર્ગ પ્રસસ્થ થાય

ધ્રોલ25 દિવસ પહેલાલેખક: જયેશ ભટ્ટ
  • કૉપી લિંક
  • તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ

શાસ્ત્રોમાં શિવલિંગ પુજનની વિધી બે પ્રકારની કહી છે તેમાં બાહ્યપુજા અને આંતરીકપુજા. જેમાં બાહ્યપુજામાં મનુષ્યનાં આત્મા તેમજ શરીરનાં ઉ૫ભોગો એટલે વિષયો અને વાસનાની તૃપ્તિ થાય છે. શિવ માનસપુજામાં " પુજા તે વિષયો૫ભોગરચના " કહી વર્ણન કર્યું છે. બાહ્યપુજનમાં પંચો૫ચાર, દશો૫ચાર, ષોડષો૫ચાર વિગેરે ઉ૫ચારો દ્વારા પુજન થાય છે. ખરેખર તો બાહ્ય ઉ૫ચારો દ્વારા પુજનએ શરીરગત વિષયોને શાંત કરી આત્માભિમુખ થવાની તેમજ શિવ સાથે તાદાત્મ્ય કેળવવાની પ્રક્રિયા છે.

તેનાંથી શિવમાં નિષ્ઠા અને શ્રધ્ધા પ્રતિપાદિત થાય છે. બાહ્ય વિષયોની શાંતિ થવાથી શિવનાં જ અનુગ્રહથી તેનાં સ્વરુપનું જ્ઞાન થાય છે. આથી શિવભક્તિમાં પૂર્ણ શ્રધ્ધા ઉત્પન્ન થાય છે. શ્રધ્ધા ઉત્પન્ન થયા વિના તેની ભક્તિ કે પુજનનું ફળ પ્રાપ્ત થતું નથી. આથી ભગવાન શ્રીકૃષ્ણએ ગીતામાં કહ્યું છેકે અશ્રધ્ધા હુતં દત્તં તપસ્તપ્તંકૂતંચયત્ "અસદિતયુચ્યતે પાર્થ ન ચ યત્પ્રેય નો ઇહ" શ્રધ્ધા વિના અગ્નિમાં જે કાંઇ હોમ્યુ હોય, બ્રાહ્મણાદિકને જે અન્નોદક વિગેરે દાન આપ્યું હોય, તેમજ જે તપ કર્મ કર્યું હોય તે સર્વે નિષ્ફળ નિવડે છે.

શિવલિંગની બાહ્ય અને આંતરિક એમ બે પ્રકારે લીંગની કલ્પના કરાઇ છે. કર્મયજ્ઞમાં પ્રીતિવાન મનુષ્યે સ્થુલલિંગમાં આશક્ત મિથ્યા પદાર્થોની સુક્ષ્મ ભાવના કરવા માટે પ્રથમ સ્થુલલિંગનું અર્ચન કરાય છે. જે આધ્યાત્મિક લિંગ છે તે જ્યાં સુધી પ્રત્યક્ષ ન થાય ત્યાં સુધી સ્થુલલિંગમાં જ સુક્ષ્મલિંગની કલ્પના કરવી જોયયે. આથી શિવમાં શ્રધ્ધા ઉત્પન્ન થયા બાદ મનુષ્યે આંતરીકપુજા માટે તત્પર થવું જોયયે. આંતરીકપુજામાં અગ્નિરુપી, સુર્યરુપી, અમૃતરુપી લિંગ તથા ત્રિગુણાત્મક પ્રભુનું સ્વરુ૫ હ્રદયમાં ધારણ કરી તેનાં ઉ૫ર નિષ્કલક લિંગ અને સર્વ સ્વરુ૫ અર્ધનારીશ્વર શિવનું પુજન કરવા કહયું છે.

તેમાં ધ્યેય એટલેકે ૫રમેશ્વર અને ધ્યાતા એટલે યજમાન તરીકે પુજન કરવું જોયયે. અન્યથા મહેશ્વરના સ્વરુપનો બોધ થતો નથી. આથી શિવજીની લિંગપુજન આદિ કર્મથી મનુષ્યની શિવમાં એકરુ૫તા કેળવાય છે અને આંતરીકપુજન માટે તત્પર બને છે.

અન્ય સમાચારો પણ છે...