તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શૈક્ષણિક સિદ્ધિ:ધ્રોલનું કન્યા વિધાલય સમગ્ર રાજ્યમાં દ્વિતીય

ધ્રોલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષણ મંત્રીના હસ્તે જી.એમ. પટેલ વિધાલયને ઈનામ અપાયું

રાજ્ય સરકારની જિલ્લા અને રાજ્યકક્ષાએ ગ્રાન્ટ ઇન હાઇસ્કુલ શ્રેષ્ઠ શાળા માટેના પ્રોત્સાહક ઇનામ આપવાની સરકારી યોજના અંતર્ગત વર્ષ 2020-21 માટે ધ્રોલની જી.એમ. પટેલ કન્યા વિદ્યાલયે સમગ્ર ગુજરાત રાજ્યમાં દ્વિતીય નંબર પ્રાપ્ત કર્યો છે.જેમાં રાજયના શિક્ષણ મંત્રી દ્વારા રાજયકક્ષાએ પસંદગી પામેલી શાળાના સંચાલકને પ્રોત્સાહક ઇનામ એનાયત કરાયુ હતુ.

જી.એમ. પટેલ કન્યા વિધાલય ધ્રોલ ધો.9થી 12ના 29 વર્ગો ધરાવે છે જે શાળાને રાજ્યમાં દ્રિતીય નંબર આવતા રૂા.3 લાખ ( રાજ્યકક્ષાએ ) તથા 1 લાખ ( જિલ્લા કક્ષાએ )થી પ્રોત્સાહક ઇનામ શિક્ષણ વિભાગ દ્વારા ફાળવવામાં આવ્યા હતા.જેની દ્વિતીય ક્રમાંક પસંદગીના માપદંડમાં છેલ્લા ત્રણ વર્ષથી બોર્ડના પરિણામો,સહ અભ્યાસિક પ્રવૃત્તિઓને તથા કોરોના કાળમાં દીકરીઓને ઓનલાઈન શિક્ષણ જેવા મુદા ધ્યાને લેવામાં આવ્યા હતા. જામનગર માટે ગૌરવ કહી શકાય તેમ આ શાળા દ્વિતીય નંબરે આવતા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા નોંધ લેવામાં આવી હતી. ખાસ કરી કોરોનાના સમયમાં સંસ્થાએ પોતાની “Education on the way” ચેનલના માધ્યમ દ્વારા 1800 વિડીયો બનાવીને 1400 જેટલી દીકરીઓને YOUTUBEના માધ્યમથી શિક્ષણ ચાલુ રાખ્યું હતું. તેની પણ નોંધ લેવામાં આવી હતી. આ ઉપરાંત કોરોના સમય દરમ્યાન ઈતર પ્રવૃત્તિઓ ઓનલાઈન કરાવવામાં આવતી હતી.

રાજયભરમાં દ્વિતીય નંબર પ્રાપ્ત કરવા બદલ મેનેજીંગ ટ્રસ્ટી બી.એચ. ઘોડાસરા, જેરામભાઈ વાંસજાળીયા, ડાયાભાઈ ભીમાણી, ભગવાનજીભાઈ કાનાણી, ડો. આર.સી. ભુવા, ગોવિંદભાઈ અમૃતિયા, રૂગનાથભાઈ સંતોકી, રમેશભાઈ રાણીપા, ધરમશીભાઈ બોડા, રમેશભાઈ ઝાકાસણીયા, ભીમજીભાઈ ચનિયારા તેમજ ટ્રસ્ટી મંડળેશાળાના આચાર્યા વિજયાબેન છત્રોલા તથા સ્ટાફગણ અને વિદ્યાર્થીનીઓ બિરદાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...