શિવના પાર્થિવ લિંગનું પુજન કેવી રીતે કરશો?:શાસ્ત્રોમાં વૈદિક અને પુરાણોકત એમ બંને રીતે સવિસ્તર વર્ણન કરાયું

ધ્રોલ11 દિવસ પહેલાલેખક: જયેશ ભટ્ટ
  • કૉપી લિંક
  • તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ

કલિયુગમાં શ્રેષ્ઠ એવા ભોગ અને મોક્ષ આપનાર પાર્થિવ લિંગ કેવી રીતે નિર્માણ કરવું, કેવી રીતે પુજન કરવું તેનું શાસ્ત્રોમાં વૈદિક અને પુરાણોકત એમ બંને રીતે સવિસ્તર વર્ણન કરાયું છે. નદી કિનારે, તળાવનાં કિનારે, શિવાલય કે જંગલ અથવા પવિત્ર સ્થળમાં શુધ્ધ જગ્યાએ ભૂમિ અને પાર્થિવેશ્વરનું પુજન કરી માટી લેવી. ત્યારબાદ પાર્થિવ લિંગનું બનાવવું. તેમાં બ્રાહ્મણે ધોળી, ક્ષત્રિયે લાલ, વૈશ્યએ પીળી અને ક્ષુદ્રએ કાળી માટી લેવી. તે માટીને ગંગાજળ કે શુદ્ધ જળ થી શુદ્ધ કરી જળ મિશ્રણ કરી લિંગ બનાવવું. ત્યારબાદ તમામ પુરુષાર્થોને સાધનાર તથા ત્રિવીધ તાપોને બાળનાર એવા પાર્થિવ લિંગનું ષોડષોપચાર, દશોપચાર, રાજોપચાર વિગેરે ઉપચારો દ્વારા પુજન કરવું.

શિવપુરાણમાં પાર્થિવલિંગની પુજા વિધીનું સંક્ષિપ્તમાં વર્ણન
શિવ સહસ્ત્રનામ, શતરુદ્રિય, અષ્ટાધ્યાયી, શિવ સ્તોત્રો વિગેરેના પાઠ કરી જળમાં વિસર્જન કરવું. શિવપુરાણમાં પાર્થિવલિંગની પુજા વિધીનું સંક્ષિપ્તમાં વર્ણન કરેલુ છે. જે સામાન્ય મનુષ્ય પણ કરી શકે તેમ છે. તેમાં શિવજીનાં આઠ નામો હરયે નમઃ, મહેશ્વરાય નમઃ, શંભવે નમઃ, શુલપાણ્યે નમઃ, પિનાકધારણે નમ, શિવાય નમઃ, પશુપતયે નમઃ અને મહાદેવાય નમઃ આ આઠ નામોનો અનુક્રમે ઉચ્ચાર કરી માટી લાવી પીંડ બનાવી તેનું લિંગ બનાવવું. તેની પ્રતિષ્ઠા અને આવાહન કરી ષોડષોપચાર પુજન કરવું.

બ્રાહ્મણે પાર્થિવ લિંગનું પુજન વેદોક્ત રીતે જ કરવું
પ્રાર્થના કરી અને ક્ષમા માંગી વિસર્જન કરવું. ત્યારબાદ શિવ પંચાક્ષર મંત્રનો વિધિપૂર્વક જાપ કરવા. જયારે બ્રાહ્મણે પાર્થિવ લિંગનું પુજન વેદોક્ત રીતે જ કરવું. પાર્થિવ લીંગ એક થી માંડીને કોટીલિંગ સુધીની સંખ્યામાં બનાવી શકાય છે. તેનું ફળ પણ અલગ અલગ પ્રકારે છે. તેમાં એક લિંગ સર્વ પાપોથી મુક્તિ આપનારું છે. બે લિંગ અર્થસિદ્ધિ આપનાર, ત્રણ લિંગ કામનાપૂર્તિ કરનાર છે. વિદ્યાની ઇચ્છા રાખનારે એક હજાર પાર્થિવ લિંગનું પુજન કરવું.

મનુષ્યને પાર્થિવ લિંગના પુજનથી અનેકગણું પુણ્ય પ્રાપ્ત થાય છે
ધનની ઇચ્છાવાળાએ પાંચસો, પુત્રની ઇચ્છા રાખનારે પંદર સો, બંધન માંથી છુટવા માટે પંદર સો, દરિદ્રાવસ્થા માંથી મુક્ત થવા પાંચ હજાર, દરેક કામના પૂર્તિ માટે દશ હજાર, મોક્ષ ઇચ્છનારે એક કરોડ પાર્થિવ લિંગનું પુજન કરવું. અન્ય કામનાઓ માટે અલગ અલગ સંખ્યામાં પાર્થિવ લિંગોનું પુજનનું વિધાન શાસ્ત્રોમાં વર્ણિત છે. મનુષ્યને પાર્થિવ લિંગના પુજનથી અનેકગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. કરોડો યજ્ઞનું ફળ આપનાર છે. મનુષ્યને ભોગ અને મોક્ષ આપનાર છે. કળિયુગમાં મનુષ્યને માટે પાર્થિવ લિંગનું પુજન શ્રેષ્ઠ મનાયું છે.

અન્ય સમાચારો પણ છે...