તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રથ પ્રસ્થાન:ધ્રોલના 42 ગામોમાં કોરોના રથ ભ્રમણ કરશે

ધ્રોલ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગામે ગામ જઇ કોરોના ટેસ્ટ કરી કેર સેન્ટરની વિનામુલ્યે સારવાર અપાશે
  • માદરેવતનનું ઋણ ચુકવવા મુળ ધ્રોલના ઉદ્યોગપતિએ કરાવ્યું કોરોના રથનું પ્રસ્થાન

કોરોનાના અતિ કપરા કાળમાં મુળ ધ્રોલના અને હાલ રાજકોટ સ્થિત ઉદ્યોગપતિના રોલેક્ષ એસએનકે કોવિડ કેર સેન્ટર રાજકોટ તરફથી કોરોના રથનું માદરેવતન ધ્રોલનાં ત્રીકોણબાગ ખાતેથી પાટડી ઉદાસીન આશ્રમનાં ગાદીપતિના હસ્તે લીલીઝંડી આપી પ્રસ્થાન કરાયુ હતુ. આ કોવિડ કેર સેન્ટર દ્વારા 10 કોરોના રથ દ્વારા વિવિધ વિસ્તારોમાં લોકોનાં ઘેર જઇ રેપીડ ટેસ્ટ કરશે.જેમાં જરુરીયાતવાળા દર્દીને કોવિડ કેર સેન્ટરમાં સાથે લઇ જઇ દાખલ કરી વિનામુલ્યે સારવાર અપાશે.

મુળ ધ્રોલના અને હાલ રાજકોટ સ્થિત ઉદ્યોગપતિની રોલેક્ષ એસએનકે દ્વાર 400 બેડનું અદ્યતન સારવાર અને સુવિધા સાથેનું કોવિડ કેર સેન્ટર રાજકોટ યુનિવર્સીટી રોડ પર બનાવવામાં આવ્યું છે. જયાં નિષ્ણાંત ડોક્ટરો અને પેરામેડીકલ સહિતાના સ્ટાફ સાથેની ટીમ સાથે કોરોનાના દર્દીઓની તમામ નિઃશુલ્ક અદ્યતન સુવિધાઓ સાથે સારવાર આપવામાં આવી રહી છે.રોલેક્ષ એસએનકે કોવિડ કેર સેન્ટર દ્વારા તેમજ રોલેક્ષ નાં માલિક મનિષભાઇ માદેકાનું મુળ વતન ધ્રોલ હોવાથી વતનપ્રેમ સાથે કોરોનાના દર્દીઓને વધુ વ્યવસ્થિત સારવાર આપી શકાય અને દર્દી હેરાન ન થાય એ માટે તેમણે માદરેવતનથી પાટડી ઉદાસીન આશ્રમનાં ગાદીપતિ ભાવેશ બાપુએ લીલીઝંડી આપી હતી.

42 ગામોમાં નિષ્ણાંત ડોકટરો અને પેરામેડીકલ સ્ટાફની ટીમ સાથે જઇ લોકોનાં કોરોનાના ટેસ્ટ કરશે. પોઝીટીવ અને જરુરીયતમંદ દર્દીઓને કોરોના રથમાં જ રાજકોટ ખાતેનાં કોવિડ કેર સેન્ટર ખાતે દાખલ કરશે. ત્યાં દર્દીને વિનામુલ્યે અદ્યતન સારવાર કરવામાં આવશે. જે ગરીબ અને આર્થિક મુશ્કેલીવાળ દર્દીઓ માટે ખુબજ ઉપયોગી થશે. કોરોના રથ સાથે મહાવિર સેવા સમિતિનાં સભ્યો એડવોકેટ વિશ્વાસભાઇ મહેતા, ગીરીરાજસિંહ જાડેજા, ભાવેશ ભટ્ટ, કલ્પેશભાઇ મહેતા, પુનાભાઇ, હિરેનભાઇ સહિતનાં સેવાભાવી યુવાનોએ કોરોના રથ સાથે જઇ લતિપુર, મોટા વાગુદડ વિગેરે ગામોમાં જઇ કોરોનાનાં દર્દીઓની જાણકારી મેળવી તેમજ રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...