તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રેરણાદાયી કાર્ય:ધ્રોલમાં કોરોના દર્દીઓને વિનામૂલ્યે નાળિયેર, પાણીની બોટલ, ટિફિનસેવા અને સ્મશાનમાં લાકડા આપ્યા

ધ્રોલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના મહામારીના કપરા સમયમાં યુવાનોની મહાવીર સેવા સમિતિ દર્દીઓને વ્હારે આવી

ધ્રોલમાં મહાવીર સેવા સમિતિના યુવાનોની ટીમ દ્વારા કોરોનાનાં દર્દીઓને સરકારી હોસ્પીટલમાં વિના મુલ્યે ફૂટ, નાળિયેર, પાણીની બોટલનું વિતરણ તથા દર્દીઓ તથા તેમના કુટુંબીઓને ઘેર મફત ટીફીન સેવા, સ્મશાનમાં લાકડા છાણાની વ્યવસ્થા, લાકડા ફાડવાની,ઓક્સીજન સીલીન્ડર ભરાવી આપવા સહિતની સેવાકીય કામગીરી કરી માનવતા મહેકાવવામાં આવી રહી છે.ધ્રોલની મહાવીર સેવા સમિતિનાં યુવાનો દ્વારા કોરોનાની મહામારી જેવા કપરા સમયમાં દર્દીઓ તેમજ લોકોની વહારે આવી વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરી માનવતાનું ઉતષ્ઠ ઉદાહરણ પુરું પાડી રહ્યા છે.

એડવાકેટ વિશ્વાસભાઇ મહેતા, લાલા વિર ગ્રુપ અને નિવૃત આર્મીમેન ગીરીરાજસિંહ જાડેજાના સહયોગથી સમિતિનાં યુવાનોની ટીમ દ્વારા ધ્રોલ સસ્કારી હોસ્પીટલ ખાતે સવારનાં 5 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી વિવિધ જાતનાં ફુટ, નાળિયર પાણી તેમજ પાણીની બોટલો વિના મૂલ્યે આપવામાં આવી રહી છે. હોમ આઇસોલેટ ઓક્સીજનની સારવાર મેળવતા કોરોના દર્દીઓને ઓક્સીજનનાં બાટલાની સેવા તથા ખાલી રીફીલ હોય તેને ભરાવી આપવાની પણ સેવા નિ:શુલ્ક અપાય રહી છે.

હોમ આઇસોલેટ દર્દીઓ તેમજ તેમના કુટુંબીજનોને ખાલી ટીફીન હોય તે ભરાવી આપી ઘેર પહોંચાડવાની સુવિધા પુરી પાડવામાં આવી રહી છે. ધ્રોલના સ્મશાનમાં કોરોના કાળમાં ઘણા અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. સ્મશાનમાં છાણા પહોંચાડવાની તેમજ લાકડા પહોંચાડવા સહિતની સેવાકિય પ્રવૃતીઓ કલ્પેશભાઈ મેહતા મહેતા, પ્રકાશભાઈ અંબાસણા, દિશાંગભાઈ વૈશ્નવ વિશાલ પડયા, , કમલેશ પીઠડીયા, હિરેન કોટેચા સહિતના સેવાભાવી યુવાનો માનવતાનું ઉતમ દાહરણ પૂરું પાડે સેવા આપી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...