કાર્યવાહી:જામનગરમાં ભૂર્ગભ ગટરના કામ કરતી રાજારામ કંપનીને કમિશ્નરે ટર્મિનેટ કરવાનો આદેશ કર્યો

જામનગરએક મહિનો પહેલા
  • રાજારામ કંપનીએ કામમાં બેદરકારી દાખવી હતી તેમજ ભ્રષ્ટાચાર કર્યો છે તેવા આક્ષેપ કરાયા હતા
  • વિરોધ પક્ષ દ્વારા આ અંગે અવારનવાર ધરણા તેમજ સામાન્ય સભામાં ઉગ્ર રજૂઆત કરી હતી

જામનગર શહેરમાં ભૂગર્ભ ગટર બાબતે મહાનગર પાલિકામાં અવાર નવાર રજૂઆત કરવામાં આવી હતી. તેમજ સામાન્ય સભામાં પણ ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત જામનગર મહાનગર પાલિકાના કમિશ્નર કાર્યલય સામે અનેકવાર ધરણા પ્રદર્શન પણ કરવામાં આવ્યાં હતા. વિરોધ પક્ષ દ્વારા બ્લેકલિસ્ટ કરવા માટે પણ રજૂઆત કરવામાં આવી હતી. જેને લઈ કમિશ્નર દ્વારા રાજારામ કંપનીને ટર્મિનેશન કરવાનો આદેશ કરાયો છે.

જામનગર મહાનગર પાલિકાના વિરોધ પક્ષ નેતાએ રાજારામ કંપનીને બ્લેકલિસ્ટ કરવાની માંગણી કરી હતી. તેમજ કંપનીની ડિપોઝિટ જપ્ત કરી અને દંડાત્મક કાર્યવાહી કરવા પણ વિરોધ પક્ષના નેતાએ માગણી કરી હતી.

શહેરમાં જુદાજુદા વિસ્તારોમાં ભૂગર્ભ ગટરના જે કામો થયા છે તેમાં અધિકારીની બેદરકારી, નીતિ-રીતિ અને અણ આવડત હિસાબે અને ભ્રષ્ટાચારના કારણે કામ સરખું અને વ્યવસ્થિત થયું નથી. જેથી મહાનગર પાલિકાને આર્થિક નુકસાન થયું છે જેની તપાસ વિજિલન્સ દ્વારા થવી જોઈએ તેવી રજૂઆત કરવામાં આવી હતી.

ધરણા ની ફાઇલ તસ્વીર
ધરણા ની ફાઇલ તસ્વીર

જામનગર મહાનગર પાલિકાની સામાન્ય સભામાં આ અંગે રજૂઆત થઈ હતી. જેમાં જણાવાયું હતું કે, વોર્ડ નંબર 12માં રાજારામ કંપનીએ મોરકંડા રોડથી સનસીટી 2 સુધી કેનાલ બનાવવાની હતી. ઈન્ટર્નલ શેરીમાં જે કામ કર્યા છે તેમાં પણ ખુલ્લો ભ્રષ્ટાચાર થયો હોવાનું જણાવાયું છે. એકને એક લાઈન ત્રણ વખત નાખવી પડે અને કાઢવી પડે તો તેની જવાબદારી કોની તેવો પ્રશ્ન પણ ઉભો થયો હતો. ગંદા પાણીનો નિકાલ થતો નથી અને રાજારામ કંપનીને લાગતા વળગતા અધિકારી દ્વારા છાવરવામાં આવે છે. છ માસ સુધી અધૂરા કામ મૂકીને ચાલ્યા ગયા છે. આ રાજારામ કંપની બહારની કંપની હોય જેના પાસે કામ કરવાની ક્ષમતા નથી. માણસો પણ પુરતા નથી. સાધનો નથી અને અનુભવ પણ નથી.

આ અંગે મહાનગર પાલિકાના વિરોધ પક્ષ દ્વારા અવારનવાર કમિશ્નર કાર્યલય સામે ધરણા પણ કરવામાં આવ્યાં હતા. રાજારામ કંપનીએ કામમાં બેદરકારી કરી છે અને ભ્રષ્ટાચાર કર્યો છે તેવા આક્ષેપ પણ કરવામાં આવ્યાં હતા. ગટરના પાણી પીવાના પાણીમાં ભળી જતા પીવાનું પાણી દૂષિત થયું છે. જેથી શહેરના લોકોને આરોગ્ય જોખમાયું છે. પીવાના પાણીમાં ગટરનું પાણી દૂષિત થતાં લોકોના આરોગ્ય માટે જવાબદાર કોણ તેવી લેખિત અને મૌખિક રજૂઆત પણ જામનગર મહાનગર પાલિકાના વિરોધ પક્ષ દ્વારા કરવામાં આવી હતી. ભૂગર્ભ શાખા દ્વારા રોજકામ સમયે પાણીના સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. શહેરમાં તમામ વોર્ડમાં રાજારામ કંપનીએ જે કામ કર્યા છે તેની તપાસ કરવાની પણ વિરોધ પક્ષ દ્વારા માંગણી કરવામાં આવી હતી.

ધરણા ની ફાઇલ તસ્વીર
ધરણા ની ફાઇલ તસ્વીર

વિરોધપક્ષની અનેક રજૂઆતના પગલે જામનગર મહાનગરપાલિકાના કમિશનર દ્વારા રાજારામ કંપની સામે તપાસ કરી યોગ્ય પગલાં ભર્યા હતા. જેમાં રાજારામ કંપનીને ટર્મિનેટ કરવામાં આવી છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા આ અંગે પત્ર વ્યવહાર કરીને જણાવવામાં આવ્યું હતું કે, મહાનગરપાલિકા ભૂગર્ભના રાજારામ કંપનીને બ્લેકલીસ્ટ કરવા બાબત સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત શહેરના બાકી રહેતા અને ગીચ વિસ્તારોમાં સીવર કલેક્શન ટાઈપ લાઈન નેટવર્ક પેકેજ -3નું કામ એજન્સી મે. રાજારામ કન્સ્ટ્રકશનનું મંજૂર કરવામાં આવી હતી.

અલ્તાફ ખફી, વિરોધપક્ષ નેતા
અલ્તાફ ખફી, વિરોધપક્ષ નેતા

મંજૂર થયેલા વિસ્તારો પૈકી વોર્ડ નં12માં ગુરુદત્ત સોસાયટી, રબ્બાની પાર્ક તથા મોરકંડા રસ્તાની મેઇન ટ્રેક પાપ લાઈનની કામગીરી કરવામાં આવી છે. જેનું વેરિફિકેશન પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ તથા જામનગર મહાનગરપાલિકાના ઈજનેરોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું અને વેરીફીકેશન રીપોર્ટ મુજબ કરવામાં આવેલા કામમાં જેરી રેટીફીકેશન અને બાકી રહેતા તથા અધૂરા બંધ કામો ચાલુ કરવા અંગે ધોરણસર પગથી નોટીસ, કારણદર્શક નોટીસ, આખરી કારણદર્શક નોટીસ આપવામાં આવી છે. તેમ છતાં રેકટીફીકેશન બાકી રહેતા તથા અધૂરા બંધ કામો ચાલુ કરવામાં ન આવતા એજન્સી મે. રાજારામ કન્સ્ટ્રકશનને આ કામમાંથી ટર્મિનસન કરવા અંગે ર્મિનેશન નોટીસ આપ્યા બાદ એજન્સીને સદરહું કામમાંથી ટર્મિનેટ કરવા અંગેનો ટર્મિનેશન આદેશ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...