તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અપીલ:ધ્રોલમાં કોરોના સામે સાવચેતી માટે જાગૃતિ પત્રિકાનું વિતરણ કરાયું

ધ્રોલ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમો પાળવા અનુરોધ

ધ્રોલ શહેર અને તાલુકામાં કોરોનાનું સંક્રમણ અને મૃત્યુનું પ્રમાણ પણ વધી રહ્યુ છે. આ સ્થિતિમાં ચેમ્બર ઓફ કોમર્સ અને અલગ અલગ વેપારી એસોસીએશન દ્વારા ધ્રોલ શહેર અને તાલુકાની જનતા માટે સાવચેતીનાં પગલાના ભાગરૂપે કોરોના ગાઇડ લાઇનના પાલન કરવા અપીલ કરતી પત્રિકાનું વિતરણ કરાઇ છે.

ધ્રોલ શહેર અને તાલુકાની જનતાને સાવચેતીનાં પગલા ભરવા અને ગાઇડ લાઇનનું પાલન કરવા અપીલ કરતી પત્રીકાનું વિતરણ કરાયું છે. જેમાં લોકોએ અગત્યનાં કારણો સિવાય બહાર નિકળવું નહીં, સરકારની ગાઇડ લાઇનનું પાલન કરી રસી મુકાવવી, માસ્ક પહેરી રાખવું અને સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરી સ્વછતા જાળવવી.

વેપારીઓએ માસ્ક ફરજીયાત પહેરવું તેમજ ગ્રાહકોને પણ માસ્ક પહેરવા સુચના આપવી, વેપારીઓએ પોતાનાં ધંધા રોજગાર બપોરના 2 વાગ્યા બાદ મળતી સુચનાઓ મુજબ બંધ રાખવા, હોસ્પીટલોમાં સીમીત સાધનો હોય તેમજ ડોક્ટરો અને સ્ટાફ પણ પોતાની ફરજ નિભાવતા હોય તેની પણ મર્યાદાઓ હોય તેને ધ્યાનમાં રાખી નિયમોનું પાલન કરી માનવધર્મ નિભાવી સમાજને મદદરૂપ થઇએ તેમજ જનતા સુરક્ષિત, પરિવાર સુરક્ષિત, દેશ સુરક્ષિતનાં સુત્ર સાથે ઘરમાં જ રહીયે સુરક્ષિત રહીએ તેવી અપીલ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કરવામાં આવી છે. જેને સારો પ્રતિસાદ મળ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો