તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કરૂણતા:જી.જી.માં ભાઈને દાખલ કરી પરત ફરતા લતીપુર પાસે કાર પુલ સાથે અથડાઈ, 2 મોત

ધ્રોલ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
કારચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગૂમાવતા અકસ્માત સર્જાયો. - Divya Bhaskar
કારચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગૂમાવતા અકસ્માત સર્જાયો.
 • બનાસકાંઠાથી છેક જામનગર સારવાર માટે આવ્યા હતા, પરંતુ કાળનો ભેટો થયો
 • પિલ્લર સાથે ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો: ધ્રોલ પોલીસે મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા

ધ્રોલ ટંકારા હાઈ-વે રોડ પર ધ્રોલ તાલુકાના લતીપુર ગામ નજીક સ્વીફટ કારના ચાલકે કાબુ ગુમાવતા કાર પુલ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં કારચાલક સહિત બે વ્યક્તિના ઘટના સ્થળે મોત નિપજ્યા હતાં. ધ્રોલ પોલીસે ઘટનાસ્થળ પર દોડી જઇ મૃતદેહને ધ્રોલ હોસ્પિટલ પી.એમ અર્થે ખસેડ્યા હતા.ધ્રોલના લતીપુર નજીક ધ્રોલ ટંકારા હાઈ-વે રોડ પર બનાસકાંઠાના પાલનપુર તાલુકાના કણોદર ગામના દિનેશભાઈ કાનજીભાઈ પરમાર તેમનો પુત્ર મનહરભાઈ અને તેમના ભાઈ ધીરજભાઈ બીમાર હોય જામનગર સારવાર અર્થે એમ્બ્યુલન્સમાં જામનગર સારવાર અર્થે લઈને આવતા હતા.

તેની સાથે દિનેશભાઇનો નાનો ભાઇ ચમનભાઇ કાનજીભાઇ પરમાર અને તેનાં સંબંધી મિત્ર અબ્બાસભાઇ ઉર્ફે હમીદભાઇ પીરમહમદભાઇ શેખ બંને ધીરજભાઇની સ્વીફટ કાર નં.જીજે-08-બીએસ 5805માં તેની સાથે જામનગર આવેલ હતા. ધીરજભાઇને જી.જી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરી ચમનભાઇ અને અબ્બાસભાઇ જામનગરથી થરાદ જવા પરત ફરતા હતાં એ સમય દરમ્યાન ધ્રોલ તાલુકાના લતીપુર ગામથી આગળ સ્વીફટ કાર પુલ પર રોડની સાઈડમાં આવેલ સિમેન્ટના પીલોર સાથે ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

અબ્બાસભાઈએ પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે કાર ચલાવી સ્ટીયરીંગ પર કાબુ ગુમાવી પુલ સાથે અથડાતા તેમાં બાજુની સીટ પર બેઠેલ ચમનભાઈ કાનજીભાઈ પરમાર (ઉ.વ.40,ધંધો મજુરી, રહે. કણોદર ગામ, તા. પાલનપુર, જી. બનાસકાંઠા)ને શરીરે તથા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા મોત નિપજ્યું હતું.

આ અકસ્માતમાં કાર ચાલક અબ્બાસભાઈ ઉર્ફે હમીદભાઈ પીરમામદભાઈ શેખ, જાતે સીપાઈ, (ઉ.વ. 27, ધંધો પ્રાયવેટ નોકરી, રહે. વિજય બિજનેશની સામે, આશાપુરી વાસ, થરાદ તા. થરાદ, જિ. બનાસકાંઠા)નું પણ ગંભીર ઇજાઓ થતા મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા ધ્રોલ પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહોને ધ્રોલ હોસ્પિટલે પીએમ અર્થે ખસેડ્યા હતા. દિનેશભાઈ પરમારની ફરિયાદ પરથી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો