ધારાસભ્ય પબુભા માણેકને આવેદનપત્ર:દેવભૂમિમાં કર્મચારીઓની વિશાળ રેલી યોજાઈ, જુની પેન્શન યોજના મુદ્દે લડતના મંડાણ

ધ્રોલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજયભરમાં સંયુકત કર્મચારી મોરચા દ્વારા પાંચ માંગણી સાથે શાંતિપુર્ણ વિરોધ પ્રદર્શન
  • ખંભાળિયા, દ્વારકા, કલ્યાણપુરમાં રેલી બાદ આવેદન પાઠવાયા
  • દેવભૂમિ પંથકના 700 કર્મચારીઓ રેલીમાં જોડાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લા સંયુકત કર્મચારી મોરચા આયોજીત કર્મચારીઓ માટે જુની પેન્શન યોજના શરૂ કરવા માટે પ્રતિક આંદોલનના ભાગરૂપે કર્મચારીઓ દ્વારા 14મી એપ્રિલને પેન્શન બંધારણ અધિકાર દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી.જેમાં પેન્શન લઇને જ જંપીશુ એવો સંકલ્પ પણ લેવામાં આવ્યો હતો.

જે બાદ ખંભાળિયામાં આહીર સમાજથી મિલન ચાર રસ્તા સુધી રેલી યોજાઇ હતી અને ડો. બાબાસાહેબ આંબેડકારજીની પ્રતિમાને પુષ્પાજલિ અર્પણ કરાઇ હતી.ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમભાઈ માડમને આવેદન પત્ર આપ્યું હતુ. જયારે દ્વારકા મુકામે દ્વારકા ધારાસભ્ય પબુભા માણેકને આવેદન પત્ર આપ્યું હતુ.

જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચાના પ્રમુખ મેરામણભાઈ ગોરીયાના નેજા હેઠળ ઉકત કાર્યક્રમ માં ખંભાળિયા અને ભાણવડ તાલુકાના 300 જેટલા કર્મચારીઓ હાજર રહ્યા હતા.જયારે કલ્યાણપુર મુકામે મામલતદાર કચેરી સામે તાલુકાના 200 જેટલા કર્મચારીઓ હાજર રહ્યા હતા.દ્વારકા તાલુકા ના 200 જેટલા કર્મચારીઓ ઉકત કાર્યક્રમ માં જોડાયા હતા. સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી કુલ 700 જેટલા કર્મચારીઓ કાર્યક્રમમાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...