તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:કેશીયા-ભાદરા પાટિયે 2 કારમાંથી અંગ્રેજી દારૂની 480 બોટલ ઝડપાઇ

ધ્રોલ/જોડિયા/હડિયાણા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 3 ઝબ્બે : એક દરોડામાં બુટલેગરો કાર મુકીને નાશી છુટયા

જોડિયા તાલુકાના ગ્રામ્ય પંથકમાં પીએસઆઇ ડી.પી.ચુડાસમા અને હેડ કોન્સ. કલ્પેશભાઇ દલસાણીયા સહિતની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી જે વેળાએકેશીયા ગામના તળાવ પાસે રોડ પર વીરબાઇના મંદિર પાસે શંકાસ્પદ હાલતમાં રહેલી કાળા કલરની વર્ના કાર જીજે-3કેપી-7036 ઉભી હોય અને પેાલીસે તેની તપાસણી કરતાં અંદરથી 290 બોટલ ઇગ્લીશ દારૂ રૂા. 65,800ની કિંમતનો મળી અાવ્યો હતો, જયારે કારના ચાલક અને અન્ય લોકો નાશી છુટવામાં સફળ થયા હતાં.

પોલીસે વના કાર અને દારૂ મળી કુલ રૂા. 5,70,800નો મુદ્દામાલ કબજે કરી અજાણ્યા શખસો વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો હતો. બીજા દરોડામાં ભાદરા પાટિયાથી લખતર તરફ સેવરલેટ કારમાં દારૂની હેરફેર કરી રહેલા જયરાજસિંહ ખેતુભા સોઢા, રાકેશ યાદવ તથા જયપાલસિંહ વનરાજસિંહ વાઘેલાને પોલીસે 190 બોટલ દારૂ રૂા. 95,000ની કિમતનો સાથે પકડી કાર જીજે-7બીએન-1151 તથા મોબાઇલ મળી કુલ રૂા. 4 લાખનો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...