નવતર અભિગમ:ધ્રોલમાં વર્ચ્યુઅલ સમર સાયન્સ-મેથ્સ કેમ્પમાં 4000 લોકો જોડાયા

ધ્રોલ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
વિવિધ 27 વેબિનારોનો વિદ્યાર્થીઓ સહિતના જિજ્ઞાસુઓને લાભ મળ્યો - Divya Bhaskar
વિવિધ 27 વેબિનારોનો વિદ્યાર્થીઓ સહિતના જિજ્ઞાસુઓને લાભ મળ્યો
  • બાળકો-શિક્ષકો ઘર બેઠા જીવનમાં ઉપયોગી ગણિત-વિજ્ઞાનલક્ષી પ્રવૃત્તિથી માહિતગાર બન્યા

ધ્રોલમાં લોક વિજ્ઞાન કેન્દ્ર આયોજિત વર્ચ્યુઅલ સમર સાયન્સ-મેથ્સ કેમ્પ સફળતાપૂર્ણ સંપન્ન થયા હતા.સમગ્ર કેમ્પ દરમ્યાન 27 જેટલા વિવિધ પ્રવૃતિમય વેબીનારોમાં આશરે 4000 લોકો સામેલ થયા હતા. ગુજકોસ્ટ-ગાંધીનગર પ્રેરિત અને એમ.ડી.મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ-ધ્રોલ સંચાલિત એમ.ડી.મહેતા જિલ્લા વિજ્ઞાનકેન્દ્ર-ધ્રોલ દ્વારા શાળા-કોલજનાં વિધાર્થીઓ તેમજ આમજનતા હાલની કોરોના પરીસ્થિતિમાં બાળકો, શિક્ષકો તેમજ આમજનતા ઘર બેઠા પોતાના જીવનમાં ઉપયોગી ગણિત-વિજ્ઞાનલક્ષી પ્રવૃત્તિમયી માહિતી મેળવી શકે, પ્રયોગ-પ્રવૃત્તિમાં તાલીમબધ્ધ થઇ તે પ્રવૃત્તિ જાતે જ કરવા સક્ષમ બની શકે તે ઉદેશથી વર્ચ્યુઅલ સમર સાયન્સ-મેથ્સ કેમ્પનું વિના મુલ્યે આયોજન થયુ હતુ.

સમર કેમ્પમાં દર સોમવારે ભૌતિક વિજ્ઞાન આધારિત દબાણ, ઉષ્મા, ચુંબક, જાતે પ્રયોગ પ્રવૃત્તિ કરો, દર મંગળવારે રસાયણ વિજ્ઞાન આધારિત કિચન કેમેસ્ટ્રી, કેમેસ્ટ્રી મેજિક, પાઠ્યપુસ્તક આધારિત રસાયણ વિજ્ઞાન, દર બુધવારે જીવ વિજ્ઞાન આધારિત DNA રેપ્લીકેશન, માઈક્રોસ્કોપી સ્લાઈડ, બાયોલોજી મોડેલ મેકિંગ, સ્કેલેટન મેકિંગ, દર ગુરુવારે ગણિત આધારિત મેથ્સ લેબ, ઓરીગામી ગણિત, સર્કલ એક્ટીવીટી, દર શુક્રવારે ઇકોલેબ આધારિત હાઇડ્રોપોનીક્સ, આપણું પર્યાવરણ આપણા હાથમાં પ્રવૃત્તિ, કિચન ગાર્ડન, દર શનિવાર રવિવાર વિવિધ સ્પર્ધાઓ યોજાઇ હતી.

જયારે કેમ્પ દરમ્યાન આપતા વલ્ડૅ ક્રિએટીવીટી ડે, વલ્ડૅ અર્થ ડે, નેશનલ ડીએનએ ડે, નો ટોબેકો ડે, તેમજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી, નો શેડો ડે ઉજવણી કરાઇ હતી.રાજ્યકક્ષાના સમર કેમ્પમાં લોકવિજ્ઞાન કેન્દ્ર, ધ્રોલ દ્વારા ભૌતિક વિજ્ઞાન અંતર્ગત હાથવગા સાધનો આધારિત ભૌતિક વિજ્ઞાનની પ્રવૃત્તિ અને ભૌતિક વિજ્ઞાન આધારિત વિજ્ઞાન રમકડા વેબિનાર દ્વારા બાળકોને લાભ મળ્યો હતો.

કુલ 27 જેટલા વેબીનારો યોજાયા જેમાં 4000 બાળકો અને અન્ય આમ જનતા સામેલ થઇ કેમ્પને ખુબજ સફળ બનાવ્યા હતા.સમગ્ર કેમ્પનાં સંચાલક ડૉ.સંજય પંડ્યા રહેલ અને મદદનીશ તરીકે પંકજભાઈ ડાંગર, રવીન્દ્રજતી ગોસાઈ, શકીલાબેન શરાયા, મામદભાઈ રઝવી રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...