ખાતમુર્હત:ધ્રોલ તાલુકાના હમાપર ગામે 30 લાખના 4 ચેકડેમોનું ખાતમુહુર્ત કરાયું

ધ્રોલ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યના કૃષિ મંત્રી અને જિલ્લા પંચાયત પ્રમુખ સહિતનાની ઉપસ્થિતિ

ધ્રોલ તાલુકાના હમાપર અને વાંકીયા ગામે જીલ્લા પંચાયત સિંચાઈ વિભાગ ધ્વારા મંજુર થયેલ ચાર ચેકડેમના કામોનું રાજયના કૃષિમંત્રી રાધવજીભાઈ પટેલ અને જીલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનીયારાના હસ્તે ખાતમુર્હત કરવામાં આવ્યુ હતુ.

મળતી વિગત મુજબ હમાપરમાંધુનડી વાડો ચેકડેમ ૧૫ લાખ, કાથળભાઈ શિયાળની વાડી પાસે આવેલ ચેકડેમના ૪.૯૩, હમાપર ચેકડેમ નં. ૨ ૩.૯૬ અને મનુભાઈ કાથડની વાડી પાસે આવેલ ચેકડેમ ૬.૨૪ મળીને કુલ ચાર ચેકડેમના ૩૦ લાખ ઉપરની ગ્રાન્ટ મંજુર થતા આ ચેકડેમના કામોનું ખાતમુર્હત રાજયના કૃષિમંત્રી રાધવજીભાઈ પટેલના હસ્તે કરવામાં આવતા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહીને રાધવજીભાઈ પટેલનું ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યુ હતુ તેમજ વાંકીયા ગામે ૧૭ લાખનો અને ઉડ નદી કાંઠે આવેલ ચેકડેમ૧૩.૮૦ લાખ મંજુર તથા આ કામોનું પણ ખાતમુર્હત કરવામાં આવ્યુ હતુ.

આ પ્રંસગે કૃષિમંત્રી રાધવજીભાઈ પટેલએ જણાવ્યુ હતુ કે, આ સરકાર ખેડુતોની સરકાર છે અને ખાતર, યુરીયાના ભાવ વધારો થવા છંતા સરકારે ખેડૂતો ઉપર બોજો પડવા દીધો નથી અને સબસીડી આપીને રાહત આપી છે તેમજ વરસાદી પાણીનો સંગ્રહ થાય તે માટે સિંચાઈ વિભાગ ઘ્વારા વધુને વધુ ચેકડેમ, તળાવ થાય તેવી નેમ સાથે કામો મંજુર કરવામાં આવી રહયા છે.

વધુમાં કૃષિમંત્રીએ જણાવ્યુ હતુ કે, કોગ્રેસના ઠેકાણા નથી અને આગામી ચુંટણીમાં કોગ્રેસનું નામુ નખાઈ જશે ત્યારે ટોણો મારતા રાધવજીભાઈ પટેલએ કોગ્રેસના ભરતસિંહ સોલંકીને યાદ કરીને ગ્રામજનોને કહયુ હતુ કે, ભરતસિંહ સોલંકીનો વીડીયો કોઈ જોયો છે ? કોગ્રેસના આવા નેતા હોય ત્યા કોગ્રેસની હાલત કેવી છે તે ખબર પડી જાય છે તેવુ અંતે જણાવ્યુ હતુ

આ કાર્યક્રમ પ્રસંગે રાધવજીભાઈ પટેલ, જીલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા, શિક્ષણ સમિતિના ચેરમેન લખધીરસિંહ જાડેજા, તાલુકા ભાજપ પ્રમુખ નવલભાઈ મુગરા, જયતિભાઈ કગથરા, ભરતભાઇ દલસાનિયા ભીમજીભાઈ મકવાણા, રાવતભાઈ તેમજ ગામના આગેવાનો હાજર રહેલા અન્ય ભાજપના આગેવાનો, કાર્યકરો, ગ્રામ પંચાયતના સરપંચ, સભ્યો, સિંચાઈ વિભાગના ઈજનરો, કર્મચારીઓ સહીતમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...