તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વ્યાજખોરોનો ત્રાસ:25 લાખનું વ્યાજ 47 લાખ, વેપારીએ ઘર છોડતા વ્યાજખોરે પરિવારને ધમકી આપી

જામનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • થોડા સમય પહેલા વેપારીના ઘરમાં પડેલી કારના કાચ ફોડી માથાકૂટ કરી હતી
  • ધાકધમકીઓ અપાતા વેપારી પુત્ર અઢી વર્ષ પૂર્વે ઘર છોડી ચાલ્યો

જામનગરના જાણીતા બોકસાઈટ ધંધાર્થીના ઘરે પહોચી એક માથાભારે શખ્સે બોલાચાલી કરી અડધા લાખનું સોનું બળજબરીથી કઢાવી ધાક ધમકી આપી હોવાની વેપારીએ વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવી છે. વર્ષ 2019માં વેપારીના પુત્રએ વ્યાજખોર પાસેથી દસ ટકા વ્યાજે લીધેલ 25 લાખની મુદ્દલ અને વ્યાજ વસુલવા ધાકધમકીઓ અપાતા વેપારી પુત્ર અઢી વર્ષ પૂર્વે ઘર છોડી ચાલ્યો ગયો છે.

કાર પર ફાયરીંગ કરાવી ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો

મુદ્દલ અને વ્યાજ વસુલવા આરોપી વ્યાજખોરે તેના પરિવારને નિશાન બનાવી બે-ત્રણ વખત ફોન કરી તથા અડધા લાખનું સોનું બળજબરીથી લઇ ગયાનું સામે આવ્યું છે. આ ઉપરાંત ગુમ પુત્રના બંધ કરી દેવાયેલા ખાનગી બેંકના એકાઉન્ટમાં આરોપીએ રૂપિયા 72 લાખની રકમનો ચેક નાખતા ચેક રીટર્ન થયો હતો. ત્યારબાદ રૂપિયા વસુલવા આરોપી ઘર સુધી પહોંચી વેપારી પિતાના ધાક ધમકી આપી નાસા ગયો હતો. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે જુન માસના ગાળામાં પણ આ જ વેપારીની કાર પર ફાયરીંગ કરાવી ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

વેપારીના ઘર નજીક કાર પર આરોપીઓએ હુમલો કર્યો

જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં આવેલી જય કો-ઓપરેટીવ સોસાયટીમાં રહેતા બોક્સાઈટના વેપારી અરવિંદ પાબારીએ દેવેન્દ્રસિંહ પરમાર નામના શખ્સ સામે સીટી સી ડીવીજન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. વર્ષ 2019માં ધંધાર્થે તેઓના પુત્ર જયએ આ શખ્સ પાસેથી રૂપિયા 25 લાખની રકમ દસ ટકાના વ્યાજે લીધી હતી. વેપારી પુત્રએ શરૂઆતમાં કટકે કટકે વ્યાજ ભર્યા બાદ આર્થિક સંકળામણ થતા વ્યાજ કે મુદ્દલ ચૂકવી શક્યો ન હતો. બીજી તરફ વ્યાજખોરની ધમકી મળતા ગત તા. 30-07-2019 થી પોતાનો મોબાઈલ ઘરે છોડી ઘર છોડી ચાલ્યો ગયો છે. જેને લઈને આરોપી દેવેન્દ્રસિંહે પોતાની વ્યાજ સહિતની રકમ પરત મેળવવા જયના ઘર સુધી પહોચ્યો હતો.

આરોપીએ વાણીવિલાસ આચરી અરવિંદભાઈને ધાક ધમકીઓ આપી

ઘરે પહોચેલા શખ્સે અરવિંદભાઈ સામે વાણી વિલાસ આચરી બળજબરીથી રૂપિયા 50 હજારનું સોનું લઇ ધમકી આપી ચાલ્યો ગયો હતો. ત્યારબાદ ગત વર્ષે આરોપી દ્વારા અરવિંદભાઈની કાર પર ફાયરીંગ કરવામાં આવ્યા હતા. આ પ્રકરણમાં જેલમાંથી છૂટ્યા બાદ ફરી આરોપીએ ધાકધમકીઓ ચાલુ રાખી હતી તા. 8-04-2021ના ફોન પર ધમકી આપ્યા બાદ તા. 14-04-2021ના ઘરે પહોચી આરોપીએ વાણીવિલાસ આચરી અરવિંદભાઈને ધાક ધમકીઓ આપી હતી. આ ઉપરાંત તા. 02-06-2021ના ફોન કરી વેપારી અરવિંદભાઈને ધમકી આપી, ગુમ પુત્ર જયએ આપેલા ચેકમાં આરોપીએ રૂપિયા 62 લાખની રકમ ભરી બેંકમાં નાખ્યો હતો. જો કે ખાતું જ બંધ હોવાથી ચેક રીટર્ન થયો હતો. આરોપીએ નશાખોર હાલતમાં ઘરે પહોચી અરવિંદભાઈ સાથે આચરેલા વાણીવિલાસ અંગેના સીસીટીવી ફૂટેજ પોલીસે કબજે કરી આરોપી સુધી પહોચવા કવાયત શરુ કરી છે.

અન્ય સમાચારો પણ છે...