તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કરૂણાંતિકા:દરગાહે માનતા પૂર્ણ કરવા ગયેલા પરિવારના 2 યુવાનો ડૂબી જતા મોત

ધ્રોલ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જામનગરનો પરિવાર માજોઠ ગામે ગયો હતો ત્યારે સર્જાઈ કરૂણાંતિકા

જામનગરનો રહેવાસી મુસ્લિમ પરિવાર ધ્રોલ તાલુકાના માજોઠ ગામે આવેલી દરગાહે માનતા પૂરી કરવા માટે ગયો હતો જ્યાં તેમાંથી 5 યુવાનો ડેમમાં ન્હાવા પડ્યા હતા જેમાંથી 2 યુવાનો ડૂબી જતાં ભારે અરેરાટી ફેલાઈ જવા પામી છે. જામનગર શહેરના ધરારનગર વિસ્તારમાં રહેતો મુસ્લિમ પરિવાર ધ્રોલ તાલુકાના માજોઠ ગામે આવેલી દરગાહે માનતા પૂરી કરવા ગયો હતો જ્યાં 5 યુવાન નજીક આવેલા ડેમમાં ન્હાવા પડ્યા હતા જેમાંથી અચાનક જ ઉંડા પાણીમાં ચાલ્યા જવાથી 2 યુવાનો આસિફ સીદીક જુણેજા (ઉ.વ.18) અને આસિફ ઈબ્રાહીમ જુણેજા (ઉ.વ.19) નામના યુવાનોનું ડૂબી જવાથી મોત નિપજ્યું હતું.

આ બનાવ અંગે તાત્કાલિક 108ને જાણ કરવામાં આવતા તેણે બંને યુવાનોને જોડિયા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને મૃત જાહેર કરી બંને યુવાનોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. જામનગરના રહેવાસી પરિવારના બે યુવાનોના અકાળે મોતથી પરિવારમાં ભારે ગમગીની સાથે શોકનો માહોલ ફેલાઈ ગયો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો