દુર્ઘટના:ધ્રોલના મોરબી નાકા પાસે વીજશોકથી 2 મોરના મૃત્યુ, રાજકીય સન્માન સાથે વનવિભાગે બંનેની દફનવિધિ કરી

ધ્રોલ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

ધ્રોલ મોરબી નાકા પાસે વીજશોક લાગવાથી બે રાષ્ટ્રીય પક્ષી મોરના મૃત્યુ થયા છે જે અંગે વનવિભાગે કાર્યવાહી કરી બંનેના મૃતદેહની દફનવિધિ કરી હતી.મોરબી નાકા પાસે બે મોરને વીજશોક લાગ્યા અંગેની જાણ તાલુકા વાઈલ્ડ લાઈફ વોર્ડન અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર ધ્રોલ ને થતા સ્ટાફને તાત્કાલિક ઘટના સ્થળે મોકલી માદા મોર જીવ -1 ને સારવાર માટે પશુ દવાખાના ખાતે મોકલેલ જેનું સારવાર દરમ્યાન ગુરૂવારે રેન્જ રેસ્ક્યુ સેન્ટર ખાતે વહેલી સવારે મૃત્યુ થયેલ છે.

જ્યારે નર મોર જીવ-1નું ટ્રાન્સફોર્મર પર જ શોક લાગવાથી ઘટના સ્થળે જ મૃત્યુ થયેલ.,બંને મોર ના મૃતદેહો ને પોસ્ટમોર્ટમ માટે મોકલી જવાબદારો સામે આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. એવુ રેન્જ ફોરેસ્ટ ઓફિસર એસ.એમ. મકરાણીની યાદીમાં જણાવેલ છે.બંને મૃતદેહોની અંતિમ વિધિ પુરા રાષ્ટ્રીય સન્માન સાથે મદદનીશ વન સંરક્ષક જામનગરની હાજરીમાં રેન્જ ઓફીસ ખાતે કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...