ધ્રોલ તાલુકાના રાજપર ગામે છેલ્લા સાતેક દિવસથી જુદા જુદા માલધારી પરીવારોના 142 જેટલા પશુઓના કોઇ કારણોસર ભેદી મોત નિપજયા હોવાનો બનાવ બહાર આવતા દોડધામ મચી ગઇ છે. આ ઘટનાની જાણ થતા વેટરનીટી ડોક્ટર સહિતની ટીમો તાત્કાલિક દોડી ગઇ હતી.આ મૃત પશુઓના દફન મૃતદેહ બહાર કાઢી તેના પોષ્ટમોર્ટમ માટે તજવિજ હાથ ધરાઇ છે.બનાવના પગલે માલધારી પરીવારોમાં પણ ભારે ચિંતાનુ મોજુ પ્રસર્યુ છે.
ધ્રોલ તાલુકાના રાજપર ગામે રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા સુરાભાઈ વચ્છાભાઇ બાંભવા, મચ્છાભાઈ સુરાભાઈ બાંભવા, કરશનભાઈ પોલાભાઇ ટોરીયા, કાળાભાઇ ટપુભાઇ ટોરીયા, ઘેલાભાઈ ભુરાભાઈ ટોરીયા, બાવાભાઇ ભુરાભાઈ ટોરીયા, સુરાભાઇ ભુરાભાઈ ટોરીયા નામના માલધારીઓ પોતાના તમામ ઘેટા–બકરાઓને એક વાડામાં દૈનિકક્રમ મુજબ રાખતા હતા. જેમાં લગભગ છેલ્લા છ - સાત દિવસથી દરરોજ પંદર - વીસ જેટલા પશુઓના મોત નિપજતા હતા.
પ્રાથમિક તબકકે માલધારીઓ કોઈ રોગ હોવાનું કારણ માની મૃત પશુને દફન કરી દેતા હતા.જોકે, પશુઓના મોતનો સીલસીલો ચાલુ રહેતા અતે સરપંચ વીરેન્દ્રસિંહને જાણ કરી હતી. આ બનાવમાં 142 જેટલા પશુઓનાં મોત થયાનું બહાર આવ્યું હતું. સરપંચે સમગ્ર બનાવની જાણ પશુપાલન વિભાગને કરતા તાકીદે પશુ ડોક્ટર સહિતની વેટરનીટી વિભાગની ટીમ દોડી ગઇ હતી અને મૃત પશુઓના પી.એમ. સહિતની કામગીરી હાથ ધરાઇ હતી.
પ્રાથમિક તબક્કે વાયરલ ઈન્ફેક્શન હોવાનું તારણ, PMમાં કારણ સ્પષ્ટ થશે
પ્રાથમિક દ્રષ્ટીઓે તો વાયરલ ઈન્ફેકશન હોવાનું જણાય છે.તે પશુઓનું પી.એમ. કરી નમુના લેબમાં મોકલવામાં આવ્યા છે. પી.એમ. રીપોર્ટ આવ્યા બાદ સાચું કારણ જાણી શકાશે. > એન. ટી. નાયકપરા, વેટરનીટી ઓફીસર, ધ્રોલ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.