તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘ઊઠ, મારા લાલ...આંખો ખોલ !’:આરંભડાના ભોંયસર તળાવમાં એકનો એક દીકરો ડૂબી જતાં માતાએ હૈયાફાટ આક્રંદ કરતાં કહ્યું, ‘મારે તો જીવનનો આધાર છીનવાઈ ગયો’

ઓખા,દ્વારકા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
મૃતક સાથે માતાની તસવીર. - Divya Bhaskar
મૃતક સાથે માતાની તસવીર.
  • પાળ પરથી પસાર થતા અચાનક વાઈ આવતાં પાણીમાં પડી જતાં કરુણાંતિકા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના આરંભડા સીમમાં ભોયસર તળાવમાં પડી જતાં ડૂબી જવાથી પંદર વર્ષીય કિશોરે જીવ ગુમાવ્યો હોવાનો બનાવ બહાર આવ્યો છે. મૃતક વાઇની બીમારીથી પીડાતો હોઈ, પાળ પરથી પસાર થતા અચાનક વાઇ આવતાં ઘટના ઘટી હોવાનુ પોલીસમાં જાહેર થયું છે.

વાઈ આવતાં પાણીમાં પડ્યો
દ્વારકા નજીક આરંભડા સીમમાં ભોંયસર તળાવમાં અકસ્માતે પડી જતાં 15 વર્ષીય કિશોર ડૂબી ગયો હતો, જેને તળાવમાંથી બહાર કાઢવામાં આવતાં પોલીસને તેની ઓળખ સાંપડી હતી. રંભડાની જય અંબે સોસાયટી પાસે તળાવની પાળ વિસ્તારમાં રહેતો મૃતક જયેન્દ્ર કેશુભા રાઠોડ(ઉં.વ. 15) હોવાનું જાહેર થયું હતું. પોલીસે મૃતકના પરિવારજનનું નિવેદન નોંધ્યું હતું, જેમાં મૃતક વાઇની બીમારીથી પીડાતો હોઈ, એને લીધે અચાનક પાળ પરથી પાણીની અંદર પડી જતાં ડૂબી જવાથી તેનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર થયું હતું. આ બનાવને પગલે મૃતકના પરિવારમાં ઘેરો શોક છવાયો હતો, જ્યારે ગામમાં પણ અરેરાટી વ્યાપી જવા પામી હતી.

એકમાત્ર પુત્રનું મોત થતાં માતાનું આક્રંદ
માસૂમ બાળકનો મૃતદેહ ભોંયસર તળાવમાંથી બહાર કાઢવામાં આવતાં સ્થળ પર દોડી ગયેલા મૃતકની માતા વહાલસોયાના મૃતદેહને જોતાં જ હતપ્રત બની ગઈ હતી. મૃતકના પિતાનું 10 વર્ષ પૂર્વે અવસાન થયું હતું, જ્યારે તેને અન્ય કોઇ ભાઇબહેન પણ ન હતા, એકમાત્ર આધારસ્તંભ સમા વહાલસોયાના મૃતદેહ પર જનેતાના હૃદયદ્રાવક આક્રંદ અને કલ્પાંતે સમગ્ર વાતાવરણને ગમગીન બનાવી દીધું હતું.

અન્ય સમાચારો પણ છે...