તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહીની માંગ:આેખા બંદરેથી માછીમારી કરવા નિકળેલી 11 બોટની પોલીસે અટક કરી

ડાલ્ડા બંદરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઓખાના અન્ય માછીમારોમાં ઉગ્ર વિરોધ અને નારાજગી જોવા મળી

ઓખા બંદરેથી નિકળેલી લગભગ 11 જેટલી બોટ જેઓ પરમીશન વગર માછીમારી કરવા જતાં હતાં તેને સમીયાની ટાપુ પાસેથી મરીન પોલીસે અટક કરી કાર્યવાહી હાથ ધરી છે.

ઓખાથી તા. 29 ઓગસ્ટના રોજ સમીયા ટાપુ પાસેથી 11 જેટલી બોટો પરમીશન વગર ફીશીગ કરવા જતી હતી ત્યારે મરીન પોલીસ દ્વારા 11 બોટોને પકડી પાડી તેમની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ તમામ બોટો કોઇપણ જાતની મંજૂરી વગર સમીયાની ટાપુ પાસે માછીમારી કરતી હતી ત્યારે પોલીસે તેની અટક કરી હતી.

પકડાયેલ બોટ

 • પંજી તનકાં વસીલા
 • અલ સબનમ
 • યા ખ્વાજા મદદ
 • અલ હસન
 • સેજે હાજી કીરમાણી
 • દયા સાગર
 • આલમ જે
 • ખ્વાજા કા વસીલા
 • અલ ચુસણા
 • રીધ્ધિ સિધ્ધિ
 • રત્નમણી
અન્ય સમાચારો પણ છે...