પ્રારંભે જ અવ્યવસ્થા:ઓખા - મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં મતદારોને હાલાકી

સુરજકરાડી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રથમ તબકકે જવાબદારોની બેદરકારી, અમુક બુથો પર બીએલઓ હાજર ન હોવાનું ખુલ્યું

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રવિવારે મતદાર યાદી સંક્ષિપ્ત સુધારા કાર્યક્રમનો પ્રારંભ થયો છે.ઓખા પાલિકા વિસ્તારમાં અમુક બુથો પર બીએલઓ હાજર ન હોવાનુ ખુલ્યુ હતુ.તાલુકા વિકાસ જુદા જુદા બુથોની મુલાકાતે પહોચ્યા હતા.તમામ બુથો પર સુચારૂપણે વ્યવસ્થા ગોઠવાશે એમ જાહેર કરાયુ છે.

દેવભૂમિ દ્રારકા જીલ્લાના ઓખા નગરપાલીકા વિસ્તારમાં જુદા જુદા બુથ પર પહોચી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ સ્થળોની તાલુકા વિકાસ અધિકારી કિશોરભાઈ શેરઠીયા મુલાકાત લીઘી હતી.જે સ્થળ તપાસમાં અમુક બુથો ઉપર બીએલઓ.એ.લો હાજર ન હોવાનુ જણાયુહતુ.મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં નવા ચુંટણી કાર્ડ,સુધારો,સ્થળ ફેર,મૃત્યુ થયા હોય તેના નામ કમી કરવા વગેરે કામગીરી કરવામાં આવે છે.

જોકે,કાર્યક્રમના પહેલા રવિવારે જ મતદારો હેરાન થયા હતા.આ તકે તાલુકા વિકાસ અધિકારી કિશોરભાઈ શેરઠીયાએ વ્યાપક તપાસ હાથ ધરી હતી. મતદાર યાદી સુધારણા કાયૅક્રમ આવતા સપ્તાહમાં તમામ બુથ ઉપર બીએલઓ હાજર રહેશે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.ઓખા નગર પાલિકાના સદસ્ય અને પ્રમુખે ટીડીઓની કામગીરીને બિરદાવી હતી.

જુદા-જુદા બુથો પર સંબંધિત અધિકારીઓ દ્વારા તપાસણી હાથ ધરાઇ
ઓખા નગરપાલિકા વિસ્તારમાં આવેલા જુદા-જુદા બુથો પર મતદાર યાદી સુધારણા કાર્યક્રમ માટે નિયત સ્થળો પર તાલુકા વિકાસ અધિકારી સહિતની ટીમોએ મુલાકાત લીધી હતી, જે મુલાકાત દરમિયાન અમુક બુથ પર બીએલઓ હાજર ન હોવાનું માલુમ પડયું હતું.

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...