ક્રાઇમ:દખણાદાબારા ગામે જુગટુ રમતા પાંચ શખસો ઝબ્બે

ખંભાળિયા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રોકડ સહિત રૂા.62,200ની મત્તા કબજે

તાલુકાના દખણાદાબારા ગામે પોલીસે ગૌશાળા પાછળના વિસ્તારમાંથી જુગાર રમતા પાંચ શખ્સને પકડી પાડી રોકડ રકમ,ચાર મોબાઇલ ફોન સહિત રૂ.62 હજારની માલમતા કબજે કરી હતી. દખણાદાબારા ગામે પોલીસે શુક્રવારે રાત્રે ગૌશાળાની પાછળના વિસ્તારમાં જાહેરમાં ગંજીપાના વડે  જુગાર રમતા અનોપસિંહ બચુભા જાડેજા, બળદેવસિંહ રવુભા જાડેજા, જોરૂભા ગગજી જાડેજા, ભરતસિંહ રવુભા જાડેજા અને ભગીરથસિંહ ગગજીને પકડી પાડયા હતા. તમામ પાસેથી રૂ. 51,200 રોકડા તથા 11 હજારની કિંમતના ચાર મોબાઈલ ફોન મળી રૂ.62,200નો મુદ્દામાલ કબ્જે કરી પાંચય વિરૂધ્ધ જુગાધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે તમામ સામે જાહેરનામાના ભંગ મામલે પણ ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...