તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાહેરનામું પ્રસિદ્ધ:ઓખા નગર પાલિકાની સામાન્ય, ભાણવડ પાલિકાની મધ્યસત્ર ચૂંટણી જાહેર, રાજકીય ગરમાવો

સુરજકરાડી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 18 સપ્ટેબર સુધી ઉમેદવારો ફોર્મ ભરી શકશે: 5 ઓકટોબરના મતગણતરી થશે

ઓખા નગરપાલિકાની સામાન્ય અને ભાણવડ નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણી જાહેર થઇ છે. 13 સપ્ટેબરના જાહેરનામું પ્રસિધ્ધ થશે. 3 ઓકટોબરના મતદાન થશે. 18 સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. 5 ઓકટોબરના મતગણતરી થશે.

રાજય ચૂંટણી આયોગ દ્વારા સોમવારના રોજ ગાંધીનગર મહાનગરપાલિકા, થરા અને ઓખા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી, ભાણવડ પાલિકાની મધ્યસત્ર ચૂંટણી તથા અન્ય સ્વરાજયના એકમોની પ્રસંગોપાત ખાલી પડેલી બેઠકોની પેટાચૂંટણી જાહેર કરી છે. જેમાં જામનગર તાલુકાના સિકકા પાલિકાની વોર્ડ નં.4 ની એક બેઠક, દ્રારકા પાલિકાના વોર્ડ નં.5 ની એક બેઠક, દ્રારકા તાલુકા પંચાયતની ટૂંપણી બેઠકનો સમાવેશ થાય છે.

આથી સોમવારથી આદર્શ આચારસંહિતા લાગુ પડી છે. ચૂંટણીનું જાહેરનામું આગામી તા.13 સપ્ટેમ્બરના પ્રસિધ્ધ થશે. ઉમેદવારો 18 સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરી શકશે.

20 સપ્ટેમ્બરના ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. 21 સમ્પેટબરના રોજ ફોર્મ પરત ખેંચી શકાશે. 3 ઓકટોબરના સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. જો પુન: મતદાનની જરૂર હશે તો 4 ઓકટોબરના થશે.

5 ઓકટોબરના મતગણતરી થશે. ભાણવડ અને ઓખા નગરપાલિકાની ચૂંટણી જાહેર થતાં સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...