તપાસ:મૃત નવજાત શિશુ મળ્યું, શિશુને તરછોડી દેનારા સામે ગુનો, શકમંદ મહિલા સકંજામાં

ઓખા/સુરજકરાડી2 દિવસ પહેલા
  • કૉપી લિંક

દ્વારકા જિલ્લાના ઓખામાં ડાલડા બંદર વિસ્તારમાં કચરાના ગંજ વચ્ચે ત્યજી દેવાયેલુ નવજાત શીશુ મૃત હાલતમાં મળી આવ્યુ હતુ.પોલીસે ત્યજી દેનારા સામે ગુનો નોંધ્યો છે.જે આરોપી પણ હાથવેંતમાં હોવાનુ જાણવા મળ્યુ છે. પોલીસસુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર ઓખામાં ડાલડા બંદર વિસ્તારમાં એગ્રો ડીઝલ પમ્પ નજીક બપોરે બાર વાગ્યાના સુમારે કચરામાં એક નવજાત શીશુ મૃત હાલતમાં મળી આવ્યુ હતુ.આ બનાવની જાણ થતા પીએસઆઇ એમ.ડી.મકવાણા અને સ્ટાફ ઘટનાસ્થે દોડી ગયા હતા.પોલીસે મૃત નવજાત બાળકનો કબજો સંભાળી તેને હોસ્પીટલમાં પોષ્ટમોર્ટમ અર્થે ખસેડયો હતો.

જયારે નવજાતને ત્યજી દેનારા સામે ચોમેરથી ફિટકારની લાગણી વરસી હતી.આ બનાવના મામલે પોલીસે અજાણી મહિલા સામે વિધિવત ગુનો નોંધવા માટે તજવિજ હાથ ધરી છે.જયારે પ્રાથમિક પોલીસ તપાસમાં આરોપી પણ હાથવેંતમાં હોવાનુ જાણવા મળ્યુ છે.આ બનાવના પગલે ઓખા પંથકમાં ભારે ચકચાર જગાવી છે.

અન્ય સમાચારો પણ છે...