ઘરઆંગણે સવલત:સુરજકરાડીના શિશુ મંદિરમાં યોજાયેલા સેવા સેતુમાં 418 લાભાર્થીઓ ઉમટ્યા

સુરજકરાડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમૃતમ કાર્ડ, રેશન કાર્ડ, આવકના દાખલા સહિતના વિવિધ કેમ્પ યોજાયા

ઓખા નગરપાલિકામાં સુરજકરાડી શિશુ મંદિર ખાતે સેવાસેતુનો કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ સેવા સેતુ કાર્યક્રમમાં વૉર્ડ સુરજકરાડી,અને આરંભડા વિસ્તારના નગરજનોએ લાભ લીધો હતો જેમાં જુદા જુદા કેમ્પ રાખવામાં આવ્યા હતા જેવાકે, માં અમૃતમકાર્ડ, રેશનકાર્ડ, આવકના દાખલા જન્મ મરણના દાખલ, વિધવા સહાય જેવા કેમ્પ રાખવામાં આવ્યા હતા.

પાલિકા પ્રમુખ ઉષાબેન સુરેશભાઈ ગોહિલ દ્વારા દીપ પ્રગટાવી કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ચીફ ઓફિસર, ઉપપ્રમુખ કાદરભાઈ મલેક, કારોબારી ચેરમેન રાજુભાઇ કોટક તથા દ્વારકા તાલુકાના મહિલા મોરચાના પ્રમુખ અનિતાબેન કાપડી,ઓખા નગરપાલિકાના પ્રમુખ તેમજ ઓખા નગરપાલિકાના તમામ ચૂંટાયેલસ પાંખ, સંગઠનની પાંખ તેમજ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો વડીલો આગેવાનો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...