હવે રોડ પર ઝાડ ઊગશે:ભરાણા-વાડીનાર રોડના ગાબડામાં યૂથ કોંગ્રેસનું વૃક્ષારોપણ

ખંભાળિયાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 15 કિલો મીટરના રોડમાં ઠેર-ઠેર પડેલા ખાડા છતા તંત્ર રિપેરિંગ કરવા નિષ્ક્રીય
  • સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ભરાણા વાડીનાર જતો રોડ બિસ્માર બન્યો છે. મગરની પીઠ સમાન રસ્તાઓ બની ગયા હોવા છતા તંત્ર દ્વારા રિપેરીંગની તસ્દી લેવામાં ન આવતા વાહનચાલકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે.ખંભાળિયાના ભરાણા વાડીનાર રોડ રિપેરિંગ ન થતા હાલ આ રોડમાં ગોઠણસમા ખાડા હોવાથી વાહનચાલકોને પસાર થવામાં મોઢે ફીણ આવી જાય છે.તંત્ર સામે આક્રોશ ઠાલવવા યુથ કોંગ્રેસ દ્વારા રોડમાં ખાડામાં વૃક્ષારોપણ કરી વિરોધ કર્યો હતો.

ભરાણા વાડીનાર જતો રોડ બિસ્માર હાલતમાં હોવાના કારણે યુથ કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો.દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ભરાણાથી વાડીનાર તરફ રોડ બિસ્માર હાલતમાં હોવાથી વાડીનારથી ખંભાળિયા જવા માટે ગ્રામજનોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. યુથ કોંગ્રેસ ઉપપ્રમુખ જુનેદ ખીરા તેમજ યુથ કોંગ્રેસના સભ્યો દ્વારા ભરાણા વાળીનાર જતા રસ્તામાં વુક્ષારોપાણ કરી અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.ભરાણા વાડીનાર જતા રસ્તાઓમાં ખાડાઓના લીધે ગ્રામજનોને મુશ્કેલીમાં છે. ભરાણા અને વાડીનારનો મુખ્ય રોડની સમસ્યાનું તાત્કાલીક નિરાકરણ આવે તે માટે યુથ કોંગ્રેસના કાર્યકરતાઓ દ્વારા રોડમાં પડેલા ખાડામાં વૃક્ષારોપણ કરી અનોખો વિરોધ કરી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...