તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચર્ચાસ્પદ:દ્વારકામાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે તાલુકા પંચાયતમાં આપની એન્ટ્રી

ખંભાળિયા7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક તાલુકા પંચાયત અને 3 નગરપાલિકામાં આપના ઉમેદવારની જીત
  • દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના વડત્રા અને નંદાણા સીટો ભારે ચર્ચામાં રહી

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અને મતગણતરી થઇ જતાં રાજકીય કાવા દાવાઓ અને ઉમેદવારો અને પક્ષોમાં લગાવામાં આવેલું એડીચોટીનું જોર અને રાજકીય પંડિતોના અનુમાનો લગાવામાં આવ્યા હતા. તેનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. દ્વારકા જિલ્લામાં ખંભાળીયા અને દ્વારકા પંચાયતોની બેઠક પર ભાજપના ઉમેદવારોની બહુમતી આવી હતી. અને કલ્યાણપુર અને ભાણવડ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના ઉમેદવારોએ પંજો ઉચકયો હતો. તેમજ જિલ્લા પંચાયતની 22 બેઠકમાંથી 12 બેઠક ભાજપને મળતા કમળનું ફૂલ ખીલ્યું હતું અને ખંભાળીયા પાલિકામાં 28માંથી 26 બેઠક ભાજપે મેળવી ઇતિહાસિક જીત હાંસિલ કરી હતી.

મતગણતરી પૂર્વે દ્વારકા જિલ્લા પંચાયતમાં ફરી પંજાનો વિજય થશે એવો રાજકીય પંડિતોમાં સુર ઉઠવા પામ્યો હતો. પરંતુ લગાવામાં આવેલા અનુમાન ખોટા સાબિત થયા હતા અને કોંગ્રેસના બે દિગ્ગજ ઉમેદવારોનું પરાજય થયો હતો. ખંભાળીયા તાલુકાની વડત્રા સીટ ઉપર કોંગ્રેસના પૂર્વ સાંસદ અને ખંભાળીયાના ધારાસભ્ય વિક્રમ માડમના પુત્ર કરણ માડમની અને નંદાણા સીટ ઉપરથી ભાટિયા યાર્ડના ચેરમેન અને જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય રહી ચૂકેલા અને કોંગ્રેસ અગ્રણી મેરગ કાના ચાવડાની પત્ની મણીબેનની હાર થતા રાજકીય પંડિતોના અનુમાનો ખોટા થયા હતા અને પંજાને પછડાટ મારી જિલ્લા પંચાયતમાં ભાજપનું ફૂલ ખીલ્યું હતું.

ખંભાળીયા તાલુકાના વડત્રા સીટ ચૂંટણીના પરિણામ બાદ ધારાસભ્યના પુત્ર કરણ માડમની જિલ્લા પંચાયતમાં હાર થઈ હતી. તેમજ ખંભાળીયા તાલુકા પંચાયતમાં વડત્રા સીટ પર ભાજપના ઉમેદવાર અને કોંગ્રેસના ઉમેદવારને પછડાટ આપીને આપના વિપુલ અરજણ ચાવડા ઉમેદવારની જીત થઈ હતી. તેમજ સલાયા પાલિકાની પેટા ચૂંટણીમાં આપના મુસા સંઘાર, લતીફા આદમ તથા ઈશા અબ્દુલા ઉમેદવારોની જીત થઈ હતી. આમ, દ્વારકા જિલ્લામાં એક તાલુકા પંચાયત અને ત્રણ નગરપાલિકાની બેઠક આપે કબ્જે કરી દ્વારકા જિલ્લામાં એન્ટ્રી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...