અકસ્માત:દ્વારકા નજીક ટ્રક પાછળ કાર અથડાતા યુવકનું મોત, 1ને ઈજા

ખંભાળિયા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • હાઈ-વે પર ખોડિયાર ચેકપોસ્ટ પાસે અકસ્માત

દ્વારકા નજીક ઓખા હાઇવે રોડ પર ખોડીયાર ચેક પોષ્ટ પાસે રાત્રે ટ્રક પાછળ કાર અથડાતા સર્જાયેલા અકસ્માતમાં કાર સવાર એક યુવાનનુ ગંભીર ઇજા થતા મૃત્યુ નિપજયુ હતુ.જયારે ચાલકને ઇજા પહોચી હતી. પોલીસે ટ્રક ચાલકની ફરીયાદના આધારે ગુનો નોંધ્યો છે.

પ્રાપ્ત વિગત મુજબ દ્વારકા તાલુકાના મિઠાપુરના આરંભડા ગામે રહેતા પ્રકાશભા બોદાભા હાથલ નામનો યુવાન પોતાનો ટ્રક ચલાવી ખોડિયાર ચેક પોષ્ટ આગળની ગોળાઈ પાસે પસાર થઇ રહયા હતા તે દરમ્યાન પાછળથી આરોપી બુધાભાઈ ચાનપા પોતાની ફોર વ્હીલ ગાડીને પુરઝડપે તેમજ બેફિકરાઇથી ચલાવી, ટ્રકના પાછળના જોટામાં અથડાતા આરોપી બુધાભાઈને શરીરે ગંભીર ઇજા પહોંચી હતી. જ્યારે કારમાં તેની બાજુમાં બેસેલા મનસુખભાઈ અરજણભાઈ પરમારને ગંભીર જીવલેણ ઇજા થતાં તેમનું કરૂણ મૃત્યુ થયું હતું.

આ બનાવ અંગે પ્રકાશભાએ આરોપી કારચાલક બુધાભાઈ ચાનપા સામે પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે અકસ્માત મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...