તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધમકી:ભરતપુરમાં યુવાન પર હુમલો કરી મારી નાખવાની ધમકી

ખંભાળિયા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માર મારી પથ્થરના ઘા કરતા મહિલાને ઇજા
  • ત્રણ સામે ગુનો નોંધી પોલીસની તપાસ

દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ભરતપુર ગામની સીમમાં રહેતા નગાભાઈ કરણાભાઈ માડમ અને તેના પરિજનોની સંયુક્ત નામની ખેતીની જમીન કરણાભાઈ આલાભાઈ માડમને જોઈતી હોય તેનો ખાર રાખી કરણાભાઈએ નગાભાઈને માથાના ભાગે લાકડાના ધોકાનો ઘા ફટકારી ઇજા પહોંચાડી હતી.

જયેશભાઇને કરણાભાઈ સાથે આવેલા અજાણ્યા શખસે લાકડાના ધોકા વડે ઘા મારી મુંઢ ઇજાઓ કરી હતી તો અન્ય અજાણ્યા શખસે નગાભાઇને પથ્થર મારવા જતા પથ્થર વાલીબેનને લાગ્યો હતો. આટલું જ નહીં કરણાભાઈ તથા અન્ય બે અજાણ્યા શખસોએ નગાભાઈ તથા તેના પરિજનોને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે નગાભાઇએ ફરિયાદ નોંધાવતા પોલીસે કરણભાઇ સહિતના શખસો સામે ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...